Tips To Maintain Hair Color On Hair For Long Time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લાંબા સમય સુધી વાળમાં હેર કલર ટકાવી રાખવાની ટિપ્સ

લાંબા સમય સુધી વાળમાં હેર કલર ટકાવી રાખવાની ટિપ્સ

 | 3:28 pm IST
  • Share

કલર કર્યાં બાદ કલર ફેડ થઇ જવાની ફરિયાદ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. દર પંદર દિવસે પાર્લરમાં જઇને ટચઅપ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. પાર્લરમાં જઇને પૈસા ખર્ચવા અને વારંવાર વાળમાં કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી શકાય છે. હેર કલર લાંબા સમય સુધી વાળમાં રહે એવી ટિપ્સની વાત કરીએ.

હેર વોશ: સામાન્ય રીતે હેર કલર કર્યાં બાદ તરત શેમ્પૂ કરવામાં આવે છે. એનાથી હેર કલર વાળમાં લોક થતો નથી. હેર કલર કર્યા બાદ 72 કલાક સુધી એટલે કે 3 દિવસ સુધી વાળમાં શેમ્પૂ ન કરવું જોઇએ. એનાથી હેર ક્યુટિકલને કલરને લોક કરવાનો સંપૂર્ણ સમય મળી જશે. જેનાથી કલર વાળમાં લાંબા સમય સુધી ટકશે. આ ઉપરાંત જ્યારે શેમ્પૂ કરો ત્યારે ઉતાવળમાં શેમ્પૂ ન કરો. આમ કરવાથી વાળનું નેચરલ ઓઇલ નષ્ટ થઇ જાય છે અને વાળમાં લગાવેલા કલર મોલેક્યૂઅલને પણ તે ઘટાડે છે. જો એક કે બે દિવસમાં શેમ્પૂ ન કરવાથી તમારા વાળ ઓઇલી થઇ જતા હોય તો વાળનાં મૂળમાં ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરો.

શેમ્પૂની પસંદગી: વાળમાં કલર લગાવ્યા પછી નોર્મલ શેમ્પૂનો ઉપયોગ કરવાને બદલે કર્લ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. હેર કલર માટે વિવિધ કંપનીનાં કલર શેમ્પૂ બજારમાં ઉપલબ્ધ છે. એક સ્ટેપ આગળ વધીને કલર કરેલા વાળને ધોવા માટે ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. એનાથી પાણીમાં રહેલું ક્લોરીન અને કેમિકલ્સ વાળ સુધી પહોંચશે નહીં. પરિણામે વાળમાં કરેલો કલર લાંબા સમય સુધી જેમ નો તેમ રહેશે. સૌથી અગત્યની વાત ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળો. એનાથી વાળનો કલર અને મોઈશ્ચર બંને નાશ પામે છે.

શેમ્પૂ કરતાં પહેલાં કન્ડિશનરનો ઉપયોગ: સામાન્ય રીતે આપણે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કલર કરેલા વાળમાં કલર લોક રાખવા માટે એનું ઊલટું કરો. એટલે કે પહેલાં વાળમાં કન્ડિશનર લગાવો, પછી તેને પાણીથી ધૂઓ. પાણીથી વાળ ધોવાઇ જાય એટલે વાળમાં શેમ્પૂ કરી લો. આમ કરવાથી તમે તમારા વાળમાં પ્રોટેક્ટિવ લેયર બનાવી લેશો અને વાળ પર લગાવવામાં આવેલો કલર લાંબા સમય સુધી ટકશે.

સૂર્ય કિરણોથી વાળને બચાવો: જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સૂરજનાં હાનિકારક કિરણોથી બચવા માટે હંમેશાં સ્કાર્ફ અથવા હેટનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળનો કલર ફેડ થતાં બચી જશે. આ ઉપરાંત હેર સ્ટાઇલ કરતી વખતે વધુ પડતાં હીટિંગ મટીરિયલનો ઉપયોગ કરવાનું ટાળો. સ્વીમિંગ પુલમાં જતાં પહેલાં વાળમાં તેલ લગાવવાનું ન ભૂલશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો