પ્રેમિકાની વારંવારની શરીર સુખની માંગણીથી કંટાળી પ્રેમીએ લીધો આવો નિર્ણય - Sandesh
  • Home
  • Gujarat
  • પ્રેમિકાની વારંવારની શરીર સુખની માંગણીથી કંટાળી પ્રેમીએ લીધો આવો નિર્ણય

પ્રેમિકાની વારંવારની શરીર સુખની માંગણીથી કંટાળી પ્રેમીએ લીધો આવો નિર્ણય

 | 5:38 pm IST

પ્રેમ જયારે હદથી વધે અને મુશ્કેલી જન્માવે ત્યારે પ્રેમ ઝેર બનીને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. કંઈક આવી જ પ્રતીતિ કરાવતો કિસ્સો મોરબી જીલ્લાના વાંકાનેરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક જ કારખાનામાં કામ કરતા પ્રેમીએ પ્રેમિકાના ત્રાસથી કંટાળી ને કુહાડીનો ઘા ઝીંકી પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કારખાનાના મેનજર એવા આરોપીએ પોલીસ સમક્ષ પોતે કરેલ હત્યાની બેશરમ કબુલાત પણ આપી છે.

વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ સુર્યા ઓઈલ અને એગ્રો મિલની ઓફીસના રસોડામાંથી તારીખ 7ના રોજ મોડી સાંજે કારખાનામાં બિલીંગનું કામ કરતી વાંકાનેરની કવિતા ચૌહાણ નામની યુવતીની માથાના ભાગે અને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ બનાવ ને અકસ્માતમાં ખપાવવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ વાંકાનેર સીટી પોલીસ દ્વારા કારખાનામાં કામ કરતા ચારેક શખ્શોની પુછતાછ કરી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ધીરજ આહીર નામના શખ્શની પોલીસે આ હત્યાના ગુનામાં વિધિવત ધરપકડ કરી લીધી છે અને આરોપીએ આ હત્યા કર્યાની બેશરમ કબુલાત પોલીસ સમક્ષ આપી છે અને હત્યામાં વપરાયેલ કુહાડી પણ કબજે કરી લીધી છે.

સામાન્ય રીતે પ્રેમ એ જીવન આપનાર હોય છે પણ અહીં પ્રેમ એ જીવ લેનાર પુરવાર થયો છે મૃતક કવિતા જે કારખાનામાં એકાદ વર્ષથી નોકરી કરતી હતી તેને કારખાનાના મેનેજર ધીરજ આહીર સાથે સાતેક મહિનાથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા પરંતુ મૃતક કવિતા સતત ધીરજને પોતાની પાસે જોવા ઈચ્છતી હતી ને બીજી બાજુ ધીરજ પરણિત પણ હતો અને તેના ઘરે એક પુત્રી ઉપરાંત ચારેક મહિના પહેલા પુત્રનો જન્મ પણ થયો હતો. પુત્રને શારીરિક તકલીફ હોવાથી તે હોસ્પિટલમાં રોજ પુત્રને લઇ જવા મજબુર હતો. બનાવના દિવસે કારખાનામાં કોઈ ના હોવાથી કવિતાને ધીરજ સાથે સમય વિતાવવો હતો અને ધીરજ હોસ્પિટલના કામ માં હતો. જેના કારણે કવિતાના સતત રણકતા ફોન ધીરજએ અવગણ્યા હતા અને સાંજે હોસ્પિટલની ચિંતામાં થાકેલ ધીરજ કારખાને પહોંચ્યો ત્યારે કવિતાએ તેની સાથે શરીર સંબંધ બાંધવા જબરજસ્તી કરી અને ધીરજએ કંટાળાવશના કહીને બંને વચ્ચે માથાકૂટ થઇ જેના ઝપાઝપીમાં ધીરજ ના હાથમાં રસોડા માં રહેલ કુહાડી આવી ગઈ અને કવિતાના માથે અને ગળાના ભાગે ઘા મારી દેતા કવિતા ઢળી પડી અને મામલો હત્યાનો બન્યો હતો.

સામાન્ય રીતે પ્રેમ જીવન પુરક હોય છે પણ જયારે પ્રેમના નામે કામલીલા રચાતી હોય ત્યારે પ્રેમ લોહિયાળ સાબિત થાય. અહી પણ એવું જ છે મૃતક પ્રેમિકા ને કારખાનામાં મળતા એકાંતને માણવાની સતત ઈચ્છા રહેતી જયારે આરોપી પ્રેમી પરણિત હોવાથી પરિવારની સમસ્યાઓમાં ઘેરાયેલો હતો. ચાર માસ પહેલા જન્મેલા પુત્રની શારીરિક તકલીફ કેમ દુર કરવી એ ચિંતામાં સતત હોસ્પિટલના ધક્કા ખાતો પ્રેમી પ્રેમિકાની ઈચ્છા પૂરી કરવા માનસિક રીતે સક્ષમ નહોતો અને આ જ કારણમાં ખેલાયો લોહિયાળ ખેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન