હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર તીર્થ મહેતા હવે યુવાનોને કોચિંગ આપશે - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર તીર્થ મહેતા હવે યુવાનોને કોચિંગ આપશે

હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર તીર્થ મહેતા હવે યુવાનોને કોચિંગ આપશે

 | 2:00 am IST

એશિયન ગેમ્સમાં ઈ-ગેમ્સની હાર્થસ્ટોન રમતમાં ભારતને ગૌરવ અપાવીને બ્રોન્ઝ મેડલ મેળવનાર તીર્થ મહેતા હવે રાજ્યનાં યુવાનોને કોચિંગ આપવાની ભુજ રોટરી સંસ્થા દ્વારા કરવામાં આવેલા સન્માનનાં પ્રત્યુત્તર આપતા ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભુજનાં તીર્થ હિરેન મહેતાએ તાજેતરમાં એશિયન ગેમ્સમાં જકાર્તા ખાતે કોમ્પ્યૂટર પર રમાતી હાર્થસ્ટોન રમતમાં ભારતદેશ વતી રમીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. જેનું આજે ભુજ ખાતે રોટરી સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન અને સત્કાર કરવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૃપાણીનાં હસ્તે સન્માન મેળવનાર તીર્થ મહેતાએ રોટરીએ કરેલા સન્માનનાં પ્રત્યુત્તરમાં એવી ઈચ્છા વ્યક્તા કરી હતી કે, હવે મારું આગામી લક્ષ્ય ગોલ્ડ મેડલ મેળવવાનું છે. તેમણે આ હાર્થસ્ટોન રમત અંગે કહ્યું હતું કે, આ રમત શાર્ક દેશોમાં ઓછી પ્રચલિત છે, જ્યારે ઈન્ડોનેશિયા, હોંગકોંગ, સિંગાપોર અને યુ.એસ.નાં દેશોમાં વધુ રમાતી આ રમત કોમ્પ્યૂટર કે મોબાલઈ પર ઉપલબ્ધ છે. આગામી સમયમાં વધુ ડેવલોપ કરી આગળ વધવા માગતા યુવાનોને ગાઈડ કરવા અને કોચિંગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રોટરી સંસ્થાનાં પ્રમુખ પ્રફુલ ઠક્કર, ઈશ્વરભાઈ દેસાઈ, ડો.અઝીમ શેઠ, ડો.જયંત વસા, રોટે.કે.કે.તન્ના, બંકિમ ઉપાધ્યાય, દિલીપ ઠક્કર, ડોઅરવિંદ મહેતા, પીડીજી ભરત ધોળકિયા, ડો.ઊર્મિલ હાથી સહિતનાં રોટેરીયન દ્વારા તીર્થ મહેતાનું શાલ તથા મોમેન્ટો આપીને સન્માન કયંર્ુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન