તિરુપતિની ભીડવાળી માર્કેટમાં બેકાબૂ ટ્રક ઘૂસી જતા ઓછામાં ઓછા 20 કચડાયા, અનેક ઘાયલ - Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +0.00  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તિરુપતિની ભીડવાળી માર્કેટમાં બેકાબૂ ટ્રક ઘૂસી જતા ઓછામાં ઓછા 20 કચડાયા, અનેક ઘાયલ

તિરુપતિની ભીડવાળી માર્કેટમાં બેકાબૂ ટ્રક ઘૂસી જતા ઓછામાં ઓછા 20 કચડાયા, અનેક ઘાયલ

 | 3:53 pm IST

આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાના તિરુપતિની ભીડભાડવાલી માર્કેટમાં એક ટ્રેક બેકાબૂ બનીને ઘુસી જતા અત્યાર સુધી ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા હોવાની તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ મામલામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઘટના તિરુપતિથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલી યેરપેડુ માર્કેટમાં બની છે.

ચિત્તુરના પોલીસ ઓફિસરે આપેલી પ્રાથમિક માહિતી પ્રમાણે લોરીએ ઓછામાં ઓછા 20 લોકોને કચડી નાખ્યા છે. આ મામલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એન. ચિના રાજપ્પાએ ભારે દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે તિરુપતિ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સાથે વાત કરી છે અને ઘાયલોને જરૂરી મેડિકલ ટ્રિટમેન્ટ આપવાની સૂચના આપી છે.

YSR કોંગ્રેસ નેતા જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સાંત્વન આપ્યું છે. તેમણે આ મામલામાં તાત્કાલિક રેસ્ક્યુના પગલાં લેવાની તેમજ મેડિકલ ફેસિલિટી આપવાની તાકીદ કરી છે.