NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભગવાન પણ ન બચ્યા સાઈબર એટેકથી, તિરૂપતિ મંદિરના કોમ્પ્યુટર હૈક

ભગવાન પણ ન બચ્યા સાઈબર એટેકથી, તિરૂપતિ મંદિરના કોમ્પ્યુટર હૈક

 | 6:09 pm IST

જે રેન્જમવેયર સાઈબર એટેકે 150 દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. હવે તે એટેકમાં આંધ્ર પ્રદેશમાં સ્થિત તિરૂમાલા તિરૂપતિ મંદિર સુધી પહોંચી ગયો છે. મંદિર પ્રાંગણમાં હાલમાં રહેલા કોમ્પ્યુટર્સ પર WannaCry રેન્જમવેયર સાઈબર એટેક કર્યો છે.

મીડિયામાં આવેલી માહિતી અનુસાર મંદિરના કાર્યાલયના 10 કોમ્પ્યુટર સાઈબર એટેકની ચપેટમાં આવી ગયા છે. અધિકારીઓએ સાવચેતી દાખવતા અન્ય 20 કોમ્પ્યુટરોનો ઉપયોગ બંધ કર્યો છે.

તિરૂપતિ મંદિરના નવા એક્ઝિક્યુટીવ ઓફિસર અનિલ કુમાર સિંઘલે બુધવારે જાહેરાત કરી હતી કે, અમારા કેટલાક કોમ્પ્યુટર પર પ્રભાવ પડ્યો છે. જે કોમ્પ્યુટરોનો ઉપયોગ ટીકિટ વેચવા અને શ્રદ્ધાળુઓની સેવામાં કામ લેવામાં આવે છે તે રેન્જમવેયર એટેકથી દૂર છે. ઓફિસરનું કહેવું છે કે, શ્રદ્ધાળુઓની સેવામાં કોઈ જ અડચણો આવી નથી.

મંદિરના IT ડિપાર્ટમેન્ટ તાતા કન્સલન્ટસી સર્વિસ (TCS) સાથે મળીને વર્તમાન હાલત પર કામ કરી રહી છે. અધિકારીઓએ આ વાત પર પુષ્ટી કરી છે કે, પ્રભાવિત કોમ્પ્યુટર જુની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

તમને જણાવી દઈએ કે, આ સાઈબર એટેકે ગુજરાતની સરકારી કચેરી અને પોલિસ સ્ટેશનોને પણ પ્રભાવિત કર્યાં છે. સાઈબર હુમલાને નજરમાં રાખીને ગુજરાત પોલિસ વિભાગના સાઈબર સેલે એટેકની ઘટનાઓને પહોંચી વળવા માટે હેલ્પલાઈન પણ શરૂ કરી છે. સાઈબર સેલ દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર 079-22861917 અને 079-25398549 છે. આ નંબરો પર કોઈપણ જાતના કોમ્પ્યુટર એટેક સબંધિત જાણકારી આપવામાં આવશે.

1