Titan watches with contactless payment feature, see details
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લ્યો બોલો…હવે હાથમાં પહેરેલી ઘડિયાળથી કરો ચુકવણી, Titan લાવી 5 હાઈ-ટેક રિસ્ટ વોચ

લ્યો બોલો…હવે હાથમાં પહેરેલી ઘડિયાળથી કરો ચુકવણી, Titan લાવી 5 હાઈ-ટેક રિસ્ટ વોચ

 | 10:34 pm IST

હવે તમે જે ઘડિયાળ તમારા હાથમાં પહેરો છો તેનાથી પણ ચુકવણી કરી શકશો. ઘડિયાળ બનાવતી કંપની ટાઇટને (Titan) પહેલીવાર ભારતમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ ફીચરવાળી 5 રિસ્ટ વોચનું લોન્ચિંગ કર્યું છે. આ ફીચર માટે કંપનીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. એમ મીડિયા સૂત્રોથી માહિતી મળી છે.

મીડિયા રિપોર્ટ મુજબ યુઝર્સ ટાઇટન પે પાવર્ડ વોચને ટેપ કરી POS મશીનો પર કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશે. આ ફીચર્સનો ઉપયોગ હાલ માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ના કાર્ડ હોલ્ડર્સ જ કરી શકશે. ટાઇટનની આ નવી ઘડિયાળથી પેમેન્ટ કરતા સમયે યુઝર્સને પિન એન્ટર કરવાની જરૂરિયાત નહીં પડે. યુઝર 2 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ પિન એન્ટર કર્યા વગર કરી શકશે. જ્યારે, આનાથી વધુની ચુકવણી માટે પિન એન્ટર કરવાની ફરજ પડશે.

રિપોર્ટ પ્રમાણે ટાઇટનની આ નવી સીરીઝમાં પુરુષો માટે 3 વોચ વેરિયન્ટ અને મહિલાઓ માટે 2 રિસ્ટ વોચ વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. પુરુષો માટે જે રિસ્ટ વોચ લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત લગભગ 2,995 રૂપિયા, રૂ.3,395 અને 5,995 રૂપિયા નક્કિ કરવામાં આવી છે. જ્યારે મહિલાઓ માટે વોચની કિંમત 3,895 રૂપિયા અને 4,395 રૂપિયા સુધી છે. બ્લેક અને બ્રાઉન લેદર પટ્ટાને કારણે, ઘડિયાળ એકદમ વૈભવી લાગે છે. ટાઇટનની વેબસાઇટ પર બધી નવી વોચના વેચાણની લિસ્ટ અને માહિતી છે.

આ વીડિયો પણ જુઓ: રાજસ્થાનના કોટામાં બોટ દુર્ઘટનાગ્રસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન