hotel in apartment of Apartment residents Caught in lovers
  • Home
  • Gujarat
  • હોટેલમાં પ્રેમીપંખીડાને એપાર્ટમેન્ટના રહીશોએ ઝડપ્યા

હોટેલમાં પ્રેમીપંખીડાને એપાર્ટમેન્ટના રહીશોએ ઝડપ્યા

 | 11:08 am IST

વલસાડના તિથલમાં આવેલ એપાર્ટમેન્ટમાં આશરે 17 ફ્લેટો ધરાવતા મુસ્તાકભાઇ નામના વ્યક્તિએ એપાર્ટમેન્ટના રહીશોની જાણ બહાર અને તેમની કોઈ પણ સંમતિ વિના તોરલ હોટલ અને રેસ્ટોરન્ટ નામની હોટેલ શરૂ કરી હતી. જે બાબતની જાણ થતા, રહીશોએ હાથ ધરેલી તપાસમાં, ફ્લેટમાલિક પાસે માત્ર 5 ફલેટોમાં હોટલ ચલાવવાની પરવાનગી હોવાનું બહાર આવતા, રોષે ભરાયેલારહીશોએ ત્રણેક દિવસ પહેલા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને, હોટલમાં બહારગામથી આવતા પ્રેમીપંખીડાઓ અને યુવક-યુવતીઓની સતત અવર-જવરને લઇને એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો અને સગીરા સહિત મહિલાઓ ઉપર ખરાબ માનસિક અસર થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

તેમજ હોટલનું લાયસન્સ રદ કરવાની માંગણી કરી હતી. દરમિયાન શુક્રવારે હોટલમાં પ્રેમીપંખીડાઓએ રૂમ બુક કરાવ્યો હોવાની જાણ એપાર્ટમેન્ટના રહીશોને થતા રોષે ભરાયેલા એપાર્ટમેન્ટના રહીશોએ પ્રેમીપંખીડાઓને ઝડપી પાડીને, વલસાડ સીટી પોલીસને જાણ કરી હતી. જે બાદ પી.આઇ. એન.કે. કામળિયાએ હોટલ ખાતે પહોંચી હોટલના સંચાલક પાસેથી હોટલ ચલાવવા બાબતના દસ્તાવેજોની માંગણી કરવાની સાથે હોટલની તપાસ કરી હતી. જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ, પ્રેમીપંખીડાઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.