TMC સાંસદ નુસરત જહાંએ સિક્રેટલી લગ્ન કરી લીધાં? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • TMC સાંસદ નુસરત જહાંએ સિક્રેટલી લગ્ન કરી લીધાં?

TMC સાંસદ નુસરત જહાંએ સિક્રેટલી લગ્ન કરી લીધાં?

 | 4:42 am IST
  • Share

નુસરતે  યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

તૃણમૂલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. બાળકને કારણે નુસરત જહાં પર સવાલો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક બાળકના પિતા અંગે તો ક્યારેક યશ દાસગુપ્તાના સંબંધો અંગે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. નુસરત જહાંએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. હાલમાં જ નુસરતે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી અને આ તસવીરો પરથી લાગી રહ્યું છે કે, નુસરત જહાંએ લગ્ન કરી લીધાં છે. હાલમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે કેક જોવા મળે છે. આ કેક પર હેપ્પી બર્થડે હસબન્ડ તથા ડેડ લખેલું છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળ કરી રહ્યા છે કે, નુસરતે યશ સાથે લગ્ન કરી લીધાં છે. જોકે બંનેમાંથી કોઈએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો