tmc-mp-nusrat-jahan-fitness-secret-revealed LOOK PHOTOS
  • Home
  • Photo Gallery
  • યોગ દ્વારા આ રીતે પોતાને ફીટ રાખે છે TMC સાંસદ નુસરત જહાં, જુઓ PHOTOS

યોગ દ્વારા આ રીતે પોતાને ફીટ રાખે છે TMC સાંસદ નુસરત જહાં, જુઓ PHOTOS

 | 8:08 pm IST

પશ્વિમ બંગાળના બશીરહાટથી ટીએમસીની ટીકીટ પર ચૂંટાયેલા સાંસદ નુસરત જહાં ચૂંટણી જીત્યા ત્યારથી ચર્ચામાં છે. ક્યારેક કપડાને લઇને તો ક્યારેક અંગત જીંદગીના કારણે તેઓ ચર્ચામાં રહે છે. તેઓ સાંસદ બન્યા બાદમાં હવે આખો દેશ તેને ઓળખતો થઇ ગયો છે.

નુસરત તેમની સુંદરતા અને ફીટનેસને લઇને પણ ઘણી ક્રેઝી જોવા મળે છે. ઘણા લોકો તેમની ફીટનેસનું રહસ્ય જાણવા માંગે છે. નુસરતને ચાર દિવાલો વચ્ચે કસરત કરવી પસંદ નથી તે સવારે વહેલી ઉઠીને ખુલ્લા આકાશ નીચે કસરત કરે છે. રનીંગ તેમની પસંદગીની કસરત છે આ સિવાય વજનને નિયંત્રણમાં રાખવા માટે તે કાર્ડિયો અને યોગનો સહારો લે છે. પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ નુસરત દરરોજ અડધો કલાક યોગ ચોક્કસ કરે છે.

નુસરત તેમના દિવસની શરૂઆત ગ્રીન ટી સાથે કરે છે. બ્રેક ફાસ્ટ દરરોજ અલગ અલગ હોય છે. આ સિવાય લંચમાં તે ભાત, માછલી અને દહીં ખાય છે જે ઓલીવ ઓઇલમાં રાંધવામાં આવેલું હોય છે. રાતે તે સુપ અને બોઇલ્ડ ચીકન લે છે. ફિટનેસ મામલે શિલ્પા શેટ્ટી નુસરતની આદર્શ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન