મોટી નોટ રદ, ટીએમસીએ સંસદ સંકૂલમાં યોજ્યા દેખાવો - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • મોટી નોટ રદ, ટીએમસીએ સંસદ સંકૂલમાં યોજ્યા દેખાવો

મોટી નોટ રદ, ટીએમસીએ સંસદ સંકૂલમાં યોજ્યા દેખાવો

 | 12:56 pm IST

સંસદના શિયાળુ સત્રનો આરંભ થતાં જ રાજધાની નવી દિલ્હીમાં રાજકારણ ઉગ્ર બન્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીના વડપણ હેઠળ પક્ષના નેતાઓ સંસદ સંકૂલમાં ગાંધીજીની પ્રતીમા પાસે દેખાવો યોજ્યા હતાં. આ દેખાવો વખતે ટીએમસીના નેતાઓએ કાળી શાલ ઓઢી હતી. ત્યારપછી મમતા બેનરજી આજે-બુધવારે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ યોજી હતી. ટીએમસીના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આવેદન પત્ર સુપરત કર્યું હતું. ટીએમસી સાથે મોદી સરકારના સામેલ અને એનડીએના સાથી પક્ષ શિવસેનાના સાંસદો પણ જોડાયા હતાં.

 

બીજીબાજુ જનતા દળ (યુ)ના પ્રવક્તા કે.સી. ત્યાગીએ જણાવ્યું હતું કે હોમવર્કમાં થોડી ખામી રહી ગઈ છે. આ કારણે જ સંસદમાં બધા સંગઠિત છે અને ટીએમસીના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા  ગયા હતાં.  ટીએમસીએ વિરોધ પક્ષો સાથે વાતચીત કરી હતી અને તે અગાઉ જ રાષ્ટ્રપતિને મળવાનો સમય લીધો હતો. મમતા બેનરજીએ નીતિશકુમારે પણ વાત કરી હતી. અલબત્ત બધાએ સાથેને મળીને રાષ્ટ્રપતિને મળવાનો સમય માગવાની જરૂર હતી.

સરકાર માટે તેના જ સહયોગી પક્ષ શિવસેનાએ પણ સમસ્યા ઊભી કરી છે. શિવસેનાએ એનડીએની સોમવારે યોજાયેલી બેઠકમાં એકતાની હૈયાધારણા આપી હતી, પરંતુ મમતા બેનરજીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યા પછી શિવસેનાએ નોટોના રદ્દીકરણ મુદ્દે વિરોધ પક્ષોની રાષ્ટ્રપતિ ભવન સુધીની કૂચમાં જોડવવામાં જાહેરાત કરી હતી. જોકે દિલ્હીના મુખ્યપ્રધાન આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે મમતા બેનરજીને જણાવ્યું હતું કે શિવસેના કૂચમાં જોડાશે તો આપ તેમાં સામેલ નહીં થાય. કેજરીવાલના આ પ્રમાણેના વલણ અંગે ટકોર કરતાં ટીએમસીના સાંસદ ડોરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે અન્ય દળોએ તેમણે શું કરવું તે નક્કી કરવાનું છે. મમતાએ પ્રજાની સમસ્યા અંગે અવાજ ઉઠાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન