TMKOC: Jethalal got trapped in a hurry to interrupt Babita, dangerous job!
  • Home
  • Entertainment
  • TMKOC: બબીતાને ઈંપ્રેસ કરવાના ચક્કરમાં જબરા ફસાયા જેઠાલાલ, કર્યું આ ખતરનાક કામ !

TMKOC: બબીતાને ઈંપ્રેસ કરવાના ચક્કરમાં જબરા ફસાયા જેઠાલાલ, કર્યું આ ખતરનાક કામ !

 | 9:18 pm IST

સબ ટીવીના શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની કાસ્ટ હાલમાં શિંગાપોરમાં શુટીંગ કરી રહી છે. સિરીયલના આવનારા એપિસોડમાં સિંગાપુરનો ટ્રેક દેખાડવામાં આવશે. સિંગાપુરમાં ટીમ ખુબ મસ્તી કર રહી છે. તેમની ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહી છે. સીરિયલમાં જેઠાલાલ (દીલીપ જોશી) ક્યારેય પણ બબીતા (મુનમુન દત્તા) ને ઈંપ્રેસ કરવાનો એક પણ મોકો નથી છોડતા, તે હમેંશા નવી નવી ટ્રીક અપનાવતા રહેતા હોય છે. સિંગાપુરમાં પણ તેમણે બબીતા ને રાજી કરવા અજગર સાંપને પોતાના ખભા ઉપર ઉપાડી લીધો

રીપોર્ટસ્ નું માનીએ તો અપકમિંગ એપિસોડમાં ગોકુલધામ સોસાયટી સિંગાપુર ટ્રીપ માટે રવાના થશે. પરંતુ બબીતાના પતિ અય્યર તેમની સાથે નહીં જઈ શકે. અને આ કારણે જેઠાલાલ ખુબજ ખુશ થશે. બબીતાને ઈંપ્રેસ કરવા માટે જેઠાલાલ કોઈ કસર નહી  છોડે. સિંગાપુરમાં જેઠાલાલ બબીતા ની સામે શેખી મારતા કહશે કે, “મને સાંપથી ડર નથી લાગતો, જ્યારે હું નાનો હતો, ત્યારે સાંપ પકડતો અને તેમની સાથે રમતો પણ હતો.”

અને પછી શું ગોકુલધામના બધા લોકો જેઠાલાલના આ દાવામાં કેટલી સત્યતા છે તે જાણવા માટે પ્રાણી સંગ્રહાલય જાય છે. અહિંયા બધા જેઠાલાલને સાપને પોતાના ખભા પર લેવા પ્રોત્સાહીત કરે છે. આ પછી જેઠાલાલ પાસે કોઈ વિકલ્પ નથી વધતો,  જેઠાલાલ, બબીતા  સામે પોતાને હારવા તો ના જ દઈ શકે, એટલે તે ચેલેંન્જ સ્વીકારી લે છે. અને અજગર ને પોતાના ખભા પર બેસાડી લે છે.

સિરિયલમાં હમણાં દેખાડવામાં આવી રહ્યુ છે કે, પોપટલાલને લગ્ન માટે કોઈ છોકરી ન મળવાથી તેઓ બહુજ દુ:ખી છે. અને કોઈ સાથે વાત પણ નથી કરી રહ્યા. ત્યાં સુધી કે, તેઓ ટપુ સેના અને ચપંક કાકા ની પણ વાત નથી માની રહ્યા. હવે જોવાનું એ રહ્યું કે, આવનારા એપિસોડમાં સિરીયલ કેટલી રસપ્રદ બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન