'Taarak Mehta Ka Ooltah Chashmah' Team Enjoying and Shooting In Singapore
  • Home
  • Featured
  • Photos: ‘તારક મહેતા…’ની ટીમ સિંગાપુરમાં કરી રહી છે મોજ, પણ પોપટલાલ છે દુ:ખી!

Photos: ‘તારક મહેતા…’ની ટીમ સિંગાપુરમાં કરી રહી છે મોજ, પણ પોપટલાલ છે દુ:ખી!

 | 12:22 pm IST

સબ ટીવીનો જાણીતા શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ અત્યારે સિંગાપુરમાં છે. ટીમ અપકમિંગ એપિસોડની શૂટિંગ માટે સિંગાપુર ગઈ છે. સિંગાપુરમાં સંપૂર્ણ ટીમ ઘણી મહેનત કરી રહી છે. મહેનતની સાથે સાથે ટીમ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પણ સમય નીકાળી રહી છે. ટીમનાં ઘણા ફૉટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ તસવીરોમાં તેઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તસવીરો જોઇને સ્પષ્ટ છે કે ટીમ ઘણો જ આનંદ કરી રહી છે.

સીરિયલમાં બબીતાનું પાત્ર નિભાવી રહેલી મુનમુન દત્તાએ પણ પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. તસવીરોમાં સૌ ઘણા જ સુંદર લાગી રહ્યા છે. શૉમાં ટપુનું પાત્ર નિભાવી રહેલા રાજ અનડકટ પણ ઘણા ફૉટો શેર કર્યા છે. એક તસવીરમાં રાજ સાપ ગળામાં નાખીને પોઝ આપી રહ્યો છે. આ દરમિયાન તેના ચહેરામાં હળવી સ્માઇલ છે. શૉમાં અત્યારે ચાલી રહેલા ટ્રેકની વાત કરીએ તો આત્મારામ અને માધવીની દીકરીનું પાત્ર નિભાવી રહેલી નિધિ ભાનુશાળી અત્યારે સીરિયલમાંથી ગાયબ છે. વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તે શૉ છોડી રહી છે, જેથી લાગી રહ્યું છે કે તેણે શૉ છોડી દીધો છે.

તો પોપટલાલ માટે બે સંબંધ આવે છે અને દરેક વખતને જેમ આ વખતે પણ વાત બની નહીં, જો કે આ વખતે પોપટલાલને ઘણું જ ખોટું લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન