This leaf avert many problems, do usage of it this way
  • Home
  • Astrology
  • શત્રુઓથી પરેશાની અને આર્થિક નબળી સ્થિતિ હોય તો, આ પાનના ટૂચકાઓ લેશે ઉગારી

શત્રુઓથી પરેશાની અને આર્થિક નબળી સ્થિતિ હોય તો, આ પાનના ટૂચકાઓ લેશે ઉગારી

 | 7:15 pm IST

ભારતીય પરંપરામાં દેવી દેવતાઓની પૂજામાં તેમજ સાધના- આરાધનામાં પાન, ફળ, ફૂલનું વિશેષ મહત્વ છે. તેનો પ્રયોગ તમારી જિંદગીમાં સુખ સમૃદ્ધિ અને સન્માન વધારનારો નિવડી શકે છે. આવો જાણીએ પૂજાની થાળીમાં શુભ માનવામાં આવતા આ પાનના આ ટૂચકાઓ તમારા માટે નિવડશે અચૂક ઉપાય..

ભારતમાં ધાર્મિક વિધિઓ જેમ શ્રીફળને શુભ માનવામાં આવે છે તેમ પાનને પણ શુભ માનવામાં આવે છે. અનેક પ્રકારના પાન પૂજા વિધિમાં વપરાય છે. જો તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય અને તેમાંથી થાકી ચૂક્યા હોય તો તમારી પૂજામાં આ પાનના ટૂચકાઓ કરો, તે તમને મુશ્કેલીઓમાંથી ઉબારશે. જો અતિ મુશ્કેલ સમયનો સામનો કરતાં હોય તો ભગવાનને પાન(મીઠું પાન) ચઢાવો. તેનાથી જીવનની તમામ વિટંબણાઓ ચાલી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

જો વેપારમાં સફળતા ઈચ્છતા હોય તો અને ભારે મહેનત છતાં ફળ ન મળતું હોય તો શનિવારના દિવસે પાંચ પિપળના પાનના તાજા લીલાછમ પાન ડાંડલી વાળા પાન એક દોરામાં પરોવીને તેનો હાર જેવું બનાવી દુકાનમાં કે ઓફિસ સ્થળે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાનમાં ટાંગી દો. પછી તેને જે શનિવાર આવે ત્યારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. એ ધ્યાન રાખવાનું કે આ પાન ફાટેલાં ન હોવા જોઈએ. અખંડ હોવા જોઈએ. આ ઉપાય સાત શનિવાર સુધી કરવાથી મુશ્કેલીઓનો અંત આવી જશે.

મનોકામનાની પૂર્તિ માટે
જો તમે ભગવતીના ઉપાસક હોય અને તમે શુક્રવારના દિવસે માતા જગદંબાના કોઈ પણ સ્વરૂપની સાધના અને આરાધનામાં પાનનો પ્રયોગ અવશ્ય કરો. સાધન પોતાની મનોકામના સાથે શુક્રવારે માતા જગદંબાને મીઠું પાન અર્પિત કરે. સતત સાત શુક્રવાર સુધી આમ કરવાથી માતા આદ્યશક્તિ તેમના પર અવશ્ય પ્રસન્ન થાય છે. તેના જીવનમાં મીઠાંસ ભરી દે છે.

સંકટહર્તા ગણેશની પૂજા પણ પાન દ્વારા કરવામાં આવે તો તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. ગણપતિને નાગરવેલના પાન બહુંજ વહાલા છે. નાગરવેલના પાન તમામ પૂજામાં વાપરી શકાય છે. તેમાં કોઈ પણ ભગવાન માટે બાધ્ય નથી. જો તમામ કોશિશો છતાં સફળતા ન મળતી હોય તો બુધવારે ગણેશને પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરીને તેમને પાનમાં સોપારી અને ઈલાયચી નાંખીને પાનનું બીડું નાંખીને ચઢાવો. આમ કરવાથી નિશ્રિત રૂપે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવી જશે.

અનેકવાર સુખ અને સમૃદ્ધિને નજર લાગી જાય છે. જો ઈચ્છા અનિચ્છાએ પણ ઘરમાં નકારાત્મક શક્તિઓ હાવી થવા લાગે તો પાનનો આ પ્રયોગ તેને દૂર કરી દેશે. ઘરના મુખ્યદ્વાર પર આસોપાલવ, કે નાગરવેલના પાનનું તોરણ બાંધો. કે પછી પાનમાં ગુલાબની સાત પાંખડીઓને રાખીને વ્યક્તિને ખવડાવવાથી નજરદોશ દૂર થઈ જાય છે.

જો ઘરમાં તણાવ હોય તો પછી કોઈ કામમાં મન નથી લાગતું અને ઘરના સભ્ય અવારનવાર બીમાર રહે છે આ પાનનો પ્રયોગ તરતજ અસર કરે છે. ઘરમાં સાફ સફાઈની સાથે પ્રવેશદ્વારને શુદ્ધ પાણીથી પવિત્ર કરીને તેની પાસે લીલા પાન અને કંકુંથી પૂજિત કરીને ટાંગી દો. નિશ્રિત રૂપે ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે. અને શ્રીની વૃદ્ધિ થાય છે. પણ આ પાન પ્રતિદિન બદલવા જરૂરી છે. કોઈ પણ પાન સૂકાયેલું ન ટાંગેલું રાખો…

જો તમામ કોશિશો પછી પણ રોજગારી કે પછી કોઈ કાર્ય વિશેષમાં સફળતા ન મળતી હોય તો તમે એક પાનના પત્તાને તમારા ખિસ્સામાં નાંખીને નિકળો. આમ કરવાથી નિશ્રિત પણે કાર્ય સફળતા પ્રાપ્ત થશે. તેની શરૂઆત બુધવારથી કરો. બુધવારના દિવસે પાનું સેવન કરવાથી આત્મવિશ્વાસ વધે છે.