To be rich overnight, do this small work on Buddha Purnima
  • Home
  • Astrology
  • રાતોરાત માલામાલ બનવા બુદ્ધ પૂર્ણિમા પર કરો આ નાનકડું કામ

રાતોરાત માલામાલ બનવા બુદ્ધ પૂર્ણિમા પર કરો આ નાનકડું કામ

 | 12:23 pm IST

આમ તો પૂનમની તિથિ દર મહીને આવે છે. પરંતુ કેટલાક મહીનાથી પૂનમ ખૂબ ખાસ અને ધન પ્રાપ્તિ માટે વધારે લાભદાયી હોય છે. એવામાં આજે વૈશાખ મહિનાની પૂનમ છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી બુદ્ધ પૂર્ણિમાં પણ મનાવવામાં આવી રહી છે. જે ખાસ છે. કહેવાય છે આ દિવસે દાન-પૂણ્ય અને ધર્મ-કર્મના અનેક કાર્ય કરે છે અને તેને સત્ય વિનાયક પૂર્ણિમાના નામથી પણ જાણવામાં આવે છે. જ્યારે એવું માનવામાં આવે છે કે જો કોઇ આ દિવસે આ સરળ ઉપાયને એક વખત કરો. જેથી તમને ક્યારેય પણ ધનની કમી થશે નહીં. તો આવો જોઇએ અમીર બનવાના કેટલાક ઉપાય..

વૈશાખ પૂર્ણિમાના સહેલા ઉપાય

– આજના દિવસ તમે ધન પ્રાપ્તિ માટે પીપળાના ઝાડ પર મિઠાઇ ચડાવી જળ અર્પિત કરીને દીવો પ્રગટાવો. જેનાથી તમે ધીમે-ધીમે અમીર બની જશો.

– તમે સફળ દાંપત્ય જીવન ઇચ્છો છો તો પતિ-પત્ની બન્ને મળીને પૂર્ણ ચંદ્રમાને ગાયનું દૂધ અર્પણ કરો. કહેવામાં આવે છે કે તેનાથી દાંપત્ય જીવનમાં આખી લાઇફમાં મધુરતા આવે છે.

– કહેવાય છે કે આજના દિવસે જો કોઇ વ્યક્તિના જીવનમાં ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો તે ચંદ્રોદયના સમયે પૂરણ ચંદ્રમાને ગાયના કાચા દૂધમાં ખાડં અને ચોખા મિક્સ કરી આ મંત્ર -“ॐ स्रां स्रीं स्रौं स: चन्द्रमासे नम:” બોલતા અર્પણ કરો જેથી લાભ થાય છે.

– કહેવાય છે વૈશાખ બુદ્ધ પુર્ણિમાના દિવસે મા લક્ષ્મીના ફોટા પર 11 કોડીઓ ચઢાવીને તેની પર હળદરથી તિલક કરવો જોઇએ અને તેના આગામી દિવસે સવારે પણ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમા રાખી દો. આ ઉપાયથી ઘરમાં ધનની કોઇપણ કમી થશે નહીં. ધીમે-ધીમે ધનમાં વધારો થવા લાગશે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન