To clean the face, make a toner at home, the skin will glow
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાને ક્લિન કરવા માટે ઘરે જ બનાવો ટોનર, ત્વચા ચમકી જશે

ચહેરાને ક્લિન કરવા માટે ઘરે જ બનાવો ટોનર, ત્વચા ચમકી જશે

 | 4:01 pm IST

ચહેરા પર જમા થયેલો કચરો અને મેકઅપને સાફ કરવા માટે તમે ટોનરનો ઉપયોગ કરો છો. તેનાથી ચહેરો સાફ થઈ જશે અને સાથે સાથે એકસ્ટ્રા કચરો પણ નીકળી જશે. પરંતુ બજારમાં મળતા કેમિકલ યુક્ત ટોનર તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને ઘરે નેચરલ ટોનર બનાવતા શિખવીશું. આ હોમમેડ સ્કિન ટોનરને તમે કોઈ પણ ચિંતા વગર ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારો ચહેરો કોઈ પણ નુકસાન વગર સાફ થઈ જશે અને ચહેરા પર ગ્લો દેખાશે.

કેવી રીતે બનાવશો સ્કિન ટોનર :

ગુલાબ જળ અને વિનેગર

બે ચમચી ગુલાબ જળ અને 4 ચમચી વિનેગર મેળવીને ચહેરાને બરાબર સાફ કરી લો. તે ચહેરાને સાફ કરવાની સાથે સાથે બંધ છિદ્રોને પણ ખોલશે. તેને તમે કોઈ પણ સ્કિન માટે ઉપયોગ કરી શકો છો.

તુલસીના પાન

ચહેરા પર ડાઘ અને ખીલને દૂર કરવા તુલસીથી બનેલા ટોનરનો ઉપયોગ કરી શકો છો. તેને પાંચ મિનિટ પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો. તેના પછી કોટન બોલથી ચહેરાને સાફ કરો.

પપૈયુ

ડ્રાય અને નોર્મલ સ્કિન પર તમે પપૈયાથી બનાવેલા ટોનરનો ઉપયોગ કરી શકો છો. પપૈયાને બરફના પાણીમાં ગ્રાઈન્ડ કરી લો. પછી તેના પલ્પને ચહેરા પર લગાવીને સાફ કરી લેવો. તમે તેને એક બોટલમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો.

દહીં અને ઓટ

ઓયલી ત્વચા અને ડાઘાને દૂર કરવા દહીં અને ઓટનું ટોનર એકદમ બેસ્ટ છે. તેના માટે 1 ચમચી લીબૂંનો રસ, ચાર ચમચી દહીં અને 2 ચમચી ઓટને બરાબર મિક્સ કરી લેવું. ચહેરા પર લગાવીને તેને 10 મિનિટ સુધી રાખી પાણીથી સાફ કરી લેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન