to-create-1-million-jobs-in-us-jack-ma-breaks-promise-to-donald-trump
  • Home
  • Business
  • ચીનના ‘ભગવાન’ જૈક માએ ડૉનાલ્ડ ટ્રમ્પને આપેલું વચન તોડ્યુ, કહ્યુ આવું ન થાત જો તમે….

ચીનના ‘ભગવાન’ જૈક માએ ડૉનાલ્ડ ટ્રમ્પને આપેલું વચન તોડ્યુ, કહ્યુ આવું ન થાત જો તમે….

 | 11:23 am IST

ચીનની સૌથી અમીર અને શક્તિશાળી વ્યક્તિ જૈકમાએ કહ્યુ છે કે ચીન અને અમેરિકા વચ્ચે ચાલતા ટ્રેડવોરની લાંબાગાળા સુધી અસર રહેશે. જેટલું વિચાર્યુ એના કરતા વધારે નુકશાન થશે. આ લડાઈ 20 વર્ષ ચાલી શકે તેમ છે. એટલેકે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાર પૂર્ણ થશે ત્યાં સુધી ચાલશે. કેમકે આ બંને દેશ દુનિયાના સૌથી તાકતવર આર્થિક દેશો છે. જૈક માના મતે ચીને અમેરિકા સામે બાંયો ચડાવવા કરતાં પોતાના વેપારને ફેલાવવો જોઈએ.આ સાથે જ અલીબાબાના ચેરમેન જૈક માએ ડૉનાલ્ડ ટ્રમ્પને આપેલું વચન તોડ્યુ છે.

ચીનના ‘ભગવાન’ જૈકમાએ ડૉનાલ્ડ ટ્રમ્પને આપ્યું હતુ વચન

જૈક માએ ડૉનાલ્ડ ટ્રમ્પને આપ્યુ હતુ વચન કે તેમની કંપની અમેરિકામાં 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી જૈક માએ આ વચન તોડ્યુ છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકાને સલાહ આપી છે કે દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રીકામાં વેપાર ફેલાવશે.જેની સીધી અસર અમેરિકા પર પડશે.

આ પણ વાંચો : ટ્રેડવોર : અંકલ સેમે ફરી ડ્રેગન પર આયાત જકાતનું મિસાઇલ દાગ્યું

જૈક માએ આ વચન બે વર્ષ પહેલા આપ્યુ હતુ જ્યારે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને જૈક મા વચ્ચે મુલાકાત થઈ હતી. જૈક માએ 10લાખ અમેરિકાના વેપારીઓને અલીબાબાના માધ્યમથી ચીનમાં સામાન વેચવાની વાત કરી હતી. જૈક માએ એ સમયે પાંચ વર્ષમાં આ પ્લાન પુરો કરવાની વાત કરી હતી, હવે જૈક મા કહે છે કે એ સમયે બંને દેશો વચ્ચે સારા સંબંધો હતા આજે જે વણસ્યા છે. ચીન અમેરિકાના મૈત્રીપૂર્ણ દ્વીપક્ષીય વૈપારીક સંબંધો હવે તૂટવાના આરે છે હાલની પરિસ્થિતિ જોતા ચીન અમેરિકા સાથે કોઈ વ્યવહાર ન કરી શકે, હાલની સ્થિતિ જોતા હવે તે અશક્ય છે.

આ પણ વાંચો: અમેરિકા- ચાઇના ટ્રેડવોરને કારણે અન્ય દેશના ઉદ્યોગોને ભારે નુકસાન

જૈકમાએ કહ્યુ કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર લાંબો સમય ચાલશે. આનાથી બધાને મોટુ નુકશાન થશે. ઈમ્પોર્ટ ડ્યૂટીથી છુટકારો મેળવવા ચીનની કંપનીઓ અમેરિકાની જગ્યાએ બીજા દેશો સાથે વેપાર કરશે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ સોમવારો 200 અરબ ડૉલરના ચાઈનીઝ ઈમ્પોર્ટ પર 10% શુલ્ક લગાવ્યો છે. ચીને તેના વળતા જવાબમાં 60 અરબ ડૉલર અમેરિકી ઈમ્પોર્ટ પર ટેરિફ લાદ્યો છે. આમ બંને દેશો વચ્ચે સમાધાનના રસ્તાઓ લગભગ બંધ થયા છે.

વાતચીત કરીને અટકાવી શકાય ટ્રેડ વોરને : ચીન

આ પહેલા ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગને અમેરિકા સાથે શરૂ થયેલા ટ્રેડ વોર પર મુક્ત વેપાર માટે વૈશ્વીક સમર્થનની અપીલ કરી હતી, તેમણે કહ્યુ કે આ વિવાદનો અંત એક તરફી ન આવી શકે વાતચીતના માધ્યમથી આ મામલાને સુધારી શકાશે. નુકશાનતો બંને દેશોને થશે તેથી આ દિશામાં વાતચીત કરવી જોઈએ તેનો હલ કાઢવો જોઈએ. ચીનના પ્રધાનમંત્રી લીએ વિશ્વ આર્થિક મંચના ગ્રીષ્મસત્રમાં આ વાત કરી હતી. તિયાન્જીનમાં આયોજીત આ સંમેલનમાં તેમણે એ વાતને વખોડી હતી કે ચીન નિર્યાતને વધારો આપવા તેના ચલણને કમજોર કરી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન