to-designed-for-tracking-kids-google-launches-family-link-app
  • Home
  • Featured
  • માતા-પિતા માટે ખુબજ ઉપયોગી એપ ગૂગલે ભારતમાં લૉન્ચ કરી, બાળકોને ટ્રેક કરી શકાશે

માતા-પિતા માટે ખુબજ ઉપયોગી એપ ગૂગલે ભારતમાં લૉન્ચ કરી, બાળકોને ટ્રેક કરી શકાશે

 | 8:51 am IST

આજકાલ બાળકો પણ સતત ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. માતા-પિતા તેમના બાળકોને ફોન આપે છે પછી સતત ચિંતામાં રહે છે કે તેમના બાળકો ક્યાંક વધારે પડતો ફોન તો નથી વાપરતાને અથવાતો તેમની ગેરહાજરીમાં શું જોઈ રહ્યા છે કે કેટલો સમય ફોન પર વીતાવી રહ્યા છે. આ વાતને સમજીને ગૂગલ હવે ખાસ કરીને આવા માતા-પિતા માટે એપ લઈને આવ્યુ છે જે તેમના બાળકો પર તેમની ગેરહાજરીમાં પણ ચાંપતી નજર રાખે.

ગૂગલે ભારતમાં ફેમિલી લીન્ક એપ લોન્ચ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે એનાથી બાળકોને ટ્રેક કરી શકાશે. એન્ડ્રોઈડમાં આ એપને ઇન્સ્ટોલ કરી શકાશે. એક્ટિવિટીને મોનિટર અને ટ્રેક કરવામાટે આમાં કેટલાક ફીચર્સ આપવામાં આવેલ છે.

આ એપથી પેરેન્ટ્સ પોતાના બાળકોને સ્માર્ટફોનમાં કેટલો વપરાશ કર્યો અને શું જૂએ છે તેના પર ચાંપતી નજર રાખી શકાશે. આ એપમાં સ્માર્ટફોનના વપરાશની લિમિટ કરવાનો ઓપ્શન પણ છે. આ સેટ કરવાથી કેટલા કલાક સ્માર્ટફોન વાપરવો તેના પર નિયંત્રણ લાવી શકાશે. ઈન્ટરનેટ યૂઝ કરવાના કલાકો પણ નક્કી કરાશે, જેનાથી સમય પૂરો થતાની સાથે જ ઈન્ટરનેટ બ્લોક થઈ જશે.

આ એપમાં એક ઓપ્શન જેનાથી માતા-પિતા પોતાના બાળકોના બેડટાઈમ દરમિયાન સ્માર્ટફોનને લોક કરી શકશે. ફક્ત ટાઈમ સેટ કરતાજ આ એપ પોતાનું કામ શરૂ કરી દેશે અને પોતાની રીતે જ ફોન લોક થઈ જશે. આ એપ Android Nougat 7.0 અને તેની ઉપરના વર્જનવાળા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કામ કરશે.

આ એપમાં એક ઓપ્શન એવો પણ છે જેને માતા-પિતા પોતાના બાળકો પર ચાંપતી નજર રાખી શકશે. આ એપ દિવસ અને રાત સ્ક્રીન ટાઈમ લિમિટ સેટ કરે છે. આનાથી માતા-પિતાને એ ખબર પડશે કે બાળકે કેટલો ફોન વાપર્યો. દા.ત. જો કોઈ માતા-પિતા ઈચ્છેકે બાળક ફેસબુક ન વાપરે તો તેને બ્લોક કરી શકે છે.

આ રીતે કરો વપરાશ

ગૂગલ પ્લે સ્ટોર પર ફેમિલી એપ ફોર પેરેન્ટ્સ ડાઉનલોડ કરી લો. આ એપને જી-મેલ એકાઉન્ટ સાથે લોગ ઓન કરી લો. જે બાળક સ્માર્ટફોનનો યૂઝ કરે છે તેને 13 વર્ષથી ઓછી ઉંમર માટે લોગ ઈન બનાવી શકો છો.આ એપને બીજા સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરો જે તમારા બાળક માટે છે. માતા કે પિતાના ફોનમાં એક કોડ જનરેટ થશે જેનાથી બંને ડિવાઈસને કનેક્ટ કરવાનો ઓપ્શન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન