ઓસ્ટ્રેલિયાનો 'આ' વીઝા મેળવવાનું બન્યું સાવ સહેલું, આવી રીતે કરો Apply - Sandesh
NIFTY 10,806.60 +0.10  |  SENSEX 35,556.71 +20.92  |  USD 67.5100 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઓસ્ટ્રેલિયાનો ‘આ’ વીઝા મેળવવાનું બન્યું સાવ સહેલું, આવી રીતે કરો Apply

ઓસ્ટ્રેલિયાનો ‘આ’ વીઝા મેળવવાનું બન્યું સાવ સહેલું, આવી રીતે કરો Apply

 | 4:39 pm IST

ઓસ્ટ્રેલિયાની સરકારે ઘોષણા કરી છે કે ભારતીય નાગરિકો 1 જુલાઇથી ફરવા માટે પર્યટક વીઝા માટે ઓનલાઇન અરજી કરી શકે છે. હવે વ્યક્તિ બિઝનેસ માટે ઓસ્ટ્રેલિયા જવા માગતી હોય કે ફરવા માટે પણ વીઝા મેળવવા ડાબા હાથના કામ જેવું સહેલું બની ગયું છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના પ્રધાન એલેક્સ હોકે માહિતી આપી છે કે પર્યટક વીઝાની અરજી દાખલ કરવા માટે ઓનલાઇન વિકલ્પ વધારે સરળ સાબિત થશે.

એક સત્તાવાર નિવેદનમાં એલેક્સ હોકે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા એક પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું છે જેના પછી ભારતમાંથી ઓસ્ટ્રેલિયાના વીઝાની ડિમાન્ડમાં ભારે વધારો થયો છે. 2017ના શરૂઆતના ચાર મહિનામાં જ 65,000થી વધારે પ્રવાસીઓને પર્યટક વીઝા આપવામાં આવ્યા છે.

નવી વ્યવસ્થા પ્રમાણે ભારતીયો 1 જુલાઈથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન એન્ડ બોર્ડર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ https://www.border.gov.au/ પર જઈને વિઝીટર વીઝા માટે અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ હશે. આ વીઝા એપ્લિકેશન ચાર્જનું ઇલેકટ્રોનિક પેમેન્ટ પણ કરી શકાય છે.