to-india-innovember-as-iran-sanctions-loom-saudi-arabia-to-supply-extra-oil-cargoes
  • Home
  • Business
  • અમેરિકાની ધમકીની અસર? સાઉદી અરબ ભારતને વધારાના ઈંધણની સપ્લાઈ કરશે

અમેરિકાની ધમકીની અસર? સાઉદી અરબ ભારતને વધારાના ઈંધણની સપ્લાઈ કરશે

 | 5:58 pm IST

ઈંધણના ઉત્પાદનને વઘારવાની વાતને લઈને ગયા અઠવાડિયે અમેરિકાએ સાઉદી અરબને ધમકી પાઠવી હતી જેની અસર હાલ જોવા મળી રહી છે. દુનિયાની સૌથી મોટી ઇંધણ ઉત્પાદક કંપની સાઉદી અરબે ભારતને નવેમ્બરમાં ચાલીસ લાખ બેરલ વધારાનું ઇંધણ આપવાની વાત કરી છે. આ સપ્લાઈ પાછળ અમેરિકાની ધમકી મહત્વનો ભાગ ભજવતી હોય એવુ લાગી રહ્યુ છે. બુધવારે આ મામલાની જાણકારી આપવામાં આવી છે.

આપને જણાવી દઈએકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે સાઉદી અરબના શાહ અમેરિકી સેન્ય સહયોગ વીના શક્ય નથી. બે અઠવાડિયા પણ ટકી નહી શકો. આ કહીને ટ્રમ્પે તેલની વધતી કિંમતો પર પશ્ચિમી એશિયામાં અમેરિકાના સૈૌથી નજીકના સહયોગીમાંથી એક સાઉદી અરબ પર પણ દબાણને વધાર્યુ હતુ. ઇંધણના ભાવ વધારાને સર્વાચ્ચ સ્તરે પહોંચતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તેલ ઉત્પાદક કંપનીઓ કરતા દેશોને ઓપેક અને સાઉદી અરબ પર વારંવાર ભાવને નાથવા માંગ કરી હતી. જો કે વિશ્લેષકોએ ચેતવણી પાઠવી છે કે ઓઇલના ભાવ સો ડૉલર પર્તિબેરલ સુધી પહોંચી જશે કેમકે વિશ્વનું ઉત્પાદન પહેલા જ વધેલુ છે અને ઇરાન ઓઇલ ઉદ્યોગ પર ટ્રમ્પના પ્રતિબંધ નવેમ્બરથી લાગુ થવાની શરૂઆત થશે.

ભારત ઈરાન પાસે બીજા નંબરે સૌથી વધુ ઇંધણ ખરીદનાર દેશ છે. ઈરાન ચાર નવેમ્બરથી અમેરિકી પ્રતિબંધ લાગુ પડશે. ભારતની કેટલીક રિફાઇનરીઓ એ સંકેત આપ્યો છે કે અમેરિકી પ્રતિબંધના કારણે ઇરાન ઇંધણની આયાત નહી કરે. સૂત્રોએ જણાવ્યુ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ, ભારત પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ જેવી કંપનીઓ સાઉદી અરબ પાસેથી નવેમ્બરમાં વધારાનું 10 લાખ બેરલ ઇંધણની માંગ કરી રહ્યા છે.

સાઉદી અરબની સાર્વજનિક કંપની સાઉદી અર્માકોએ આ વખતે સંપર્ક કરી શકાયો નથી. ઈરાન ઇંધણમાટે ભારતની નિર્ભરતાને કારણે નવી દિલ્હી અમેરિકા પાસેથી છૂટ માંગી રહ્યુ છે. ભારતીય રિફાઇનરીએ ઇરાન પાસે નવેમ્બરમાં 90 લાખ બેરલ વધારાની ઇંધણની માંગ કરી હતી.

ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતક દેશ છે. દુનિયામાં વધતા ઇંધણના ભાવ, ભારતીય રૂપિયામાં કડાકો, ઇંધણની ચુકવણી ડૉલરથી કરવાના કારણે ભારતને મોંધુ મળી રહ્યુ છે. સોમવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલીદ અલ ફલહ સાથે વાતચીત કરી છે.તેમણે ઓપેક દેશો દ્વારા ઇંધણના ઉત્પાદનમાં વૃદ્ધિને યાદ કરાવ્યા છે. ભારત સાઉદી અરબથી ઔસતન હર મહિને 2.5 કરોડ બેરલ તેલનું આયાત કરશે.