to-institution-tedu-bits-pilani-alumni-donated-7-crore-rupees
  • Home
  • Featured
  • ભારતીય મૂળના આ કપલે જે સંસ્થામાં અભ્યાસ કર્યો ત્યાં આપ્યું 7 કરોડનું દાન

ભારતીય મૂળના આ કપલે જે સંસ્થામાં અભ્યાસ કર્યો ત્યાં આપ્યું 7 કરોડનું દાન

 | 12:53 pm IST

અમેરિકામાં રહેતા મૂળ ભારતીય આ કપલે BITS પિલાનીમાં અભ્યાસ કરી કોલેજને કરોડો રૂપિયાનું દાન કર્યુ છે. આ દાન આપીને સંસ્થાનના ઈતિહાસમાં નામ રોશન કર્યુ છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ સંસ્થાને અત્યાર સુધીમાં મળેલ સૌથી વધુનુ આ દાન છે. બિટ્સ પિલાનીએ આ જાહેર કર્યુ છે. તેમની સંસ્થામાં વિદ્યાર્થી રહી ચુકેલા અને હાલ અમેરિકામાં વસતા આ દંપત્તીએ 10 લાખ ડૉલર એટલે કે લગભગ 7 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

વિદ્યાર્થીઓના નામ પાર્શ્વનાથ અને અનુરાધા પાલકુર્તી છે, જે રાજસ્થાનના પિલાની સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થાનના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે. સંસ્થાનના પરિસરમાં 16-18 નવેમ્બરે આયોજીત સમારોહમાં તેના 200થી વધારે પૂર્વ વિદ્યાર્થીઓ દુનિયાભરમાંથી આવ્યા હતા.

આપને જણાવી દઈએકે પાર્શ્વનાથ 1978-83 બેન્ચના વિદ્યાર્થી હતા. BITS પિલાનીના કુલપતિ પ્રો. સૌવિક ભટ્ટાચાર્યએ પાલકુર્તી તરફથી કરેલ ઘોષણાનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે આ સાથે જ બિટ્સ પિલાની 100 કરોડ રૂપિયા શોધ નિધિની સ્થાપનાની ઘોષણા કરે છે. આ રકમથી શોધ કાર્યોને વધારો મળશે.

પ્રશાંત પાલકુર્ણી યૂએસ સ્થિત રિફ્લેક્સિસ સિસ્ટમ્સના સંસ્થાપક અને સીઇઓ છે અને જૂજૂ પ્રોડક્શનની સંસ્થાપક તેમની પત્ની અનુરાધા અમેરિકામાં એક ગાયક અને રેડિયો પર્સનાલિટી છે.

રિપોર્ટસ અનુસાર પ્રશાંતનું કહેવુ છે કે અમે સંસ્થાનને કંઈક પરત આપવા માંગતા હતા કેમકે આ સંસ્થાએ અમને ઘણુ આપ્યુ છે. અમે અહીથી જ સફરની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન