To keep an ant away from sugar, this easy remedy
  • Home
  • Featured
  • ખાંડથી કીડીને દૂર રાખવા માટે અજમાવો આ સહેલા ઉપાયો

ખાંડથી કીડીને દૂર રાખવા માટે અજમાવો આ સહેલા ઉપાયો

 | 11:15 am IST

રસોડું આપણા ઘરની સૌથી વધારે વપરાતી જગ્યા છે. અહીં સૌથી વધારે કામ થતું હોય એ, અને એક સ્ત્રીને પોતાનો સૌથી વધારે સમય અહીં પસાર કરવાનો હોય છે. તેમાંય જ્યારે ખાસ સ્ત્રી નોકરી કરતી હોય ત્યારે રસોડું અને નોકરી બંને એક સાથે સંભાળવા થોડા અઘરા બની જતા હોય છે. આવા સમયે સરળ કિચન ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારો સમય અને ઊર્જા બંનેનો બચાવ કરી શકો છો.

વળી એક સ્ત્રીની ઓળખ તેના રસોડા થકી પણ હોય છે, સ્ત્રી બોલ્ડ વિચારો ધરાવતી હોવા છતાં તે પોતાના રસોડા અને કામની પ્રણાલી બાબતે ઘણી જ સજાગ હોય છે. તેઓ પોતાના રસોડા બાબતે કોઇ બાંધછોડ નથી ચલાવી શકતી. તો ચાલો આજે જાણી લઇએ રસોડાની સરળ ટિપ્સ જે તમને ખૂબ મદદરૂપ થશે.

  • તમે ફ્રીજમાં લીંબુ સ્ટોર કરીને રાખ્યા હોય અને તે કઠણ થઇ ગયા હોય તો લીંબુનો વપરાશ કરતાં પહેલાં તેને થોડા ઉકાળેલા પાણીમાં પાંચ મિનિટ રાખો અને ત્યારબાદ તેને કટ કરો. આમ કરવાથી લીંબુમાંથી વધારે રસ નીકળશે.
  • નુડલ્સ બનાવતી વખતે તેને ઉકાળ્યા બાદ તેમાંથી ગરમ પાણી કાઢી તેની અંદર ઠંડું પાણી નાંખી દેવું. આમ કરવાથી નુડલ્સ એકબીજા સાથે ચોંટી નહીં જાય.
  • રસોડામાં આખા ઘરમાં સૌથી વધારે પ્રકાશ આવે તે રીતે બારી રાખવી. રસોડામાં ઓછો પ્રકાશ આવવો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ સારું નથી અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી.
  • રસોડામાં ક્યાંય પણ ચીકણી વસ્તુ ઢોળાય તો તેને સાદા પાણીથી સાફ કરવાને બદલે તેની ઉપર બ્લીચ નાખીને તેને બ્રશ વડે થોડું ઘસીને સાફ કરો. આમ કરવાથી બિલકુલ ચીકણું નહીં લાગે.
  • રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં પાણીની સાથે સાથે થોડું દૂધ નાંખીને લોટ બાંધવાથી રોટલી વધારે સોફ્ટ અને સ્વાદિષ્ટ બની જાય છે.
  • ખાંડના ડબ્બામાં જો વારંવાર કીડી ચડી જતી હોય તો તેની અંદર સાત આઠ લવિંગ નાખી દો. લવિંગ નાખવાથી ખાંડ ઉપર કીડી નહીં ચડે.
  • સફરજન અડધું કાપેલું ફ્રીજમાં મૂકવાથી તે કાળું પડી જતું હોય છે, આને અટકાવવા માટે તેની ઉપર થોડા ટીપાં લીંબુનો રસ નાખી દેવાથી સફરજનનો ખુલ્લો ભાગ કાળો નહીં પડે.

આમ આવી અનેક સરળ કિચન ટિપ્સને રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી તમે તમારા ખાદ્ય પદાર્થને સાચવી શકો છો, તેમજ કામ પણ સરળ બનાવી શકો છો. એટલું જ નહીં તમારો સમય પણ આ ટિપ્સથી બચી શકે છે.

કિચન ટિપ્સ : ઉષ્મા ભરૂચા, [email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન