કાશ્મીરમાં સેનાની મદદ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા મુંબઈથી ભાગ્યો બાળક - Sandesh
  • Home
  • Featured
  • કાશ્મીરમાં સેનાની મદદ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા મુંબઈથી ભાગ્યો બાળક

કાશ્મીરમાં સેનાની મદદ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા મુંબઈથી ભાગ્યો બાળક

 | 3:29 pm IST

દસમા ધોરણને વિદ્યાર્થી નિર્મલ વાધ (ઉંમર 14 સાલ ) પાછલા અઠવાડિયે 10મી ઓગસ્ટના રોજ ઘરેથી ચાલી નિકળ્યો હતો. પરિવારજનોની લાખ કોશિશો છતાંતેનો ક્યાંય પતો ન લાગતા આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરીને આખરે તેને શોધી કાઢી પરિવારજનો સાથે મુલાકાત કરાવી હતી. તે કેમ ચાલ્યો ગયો હતો તે અંગે પોલીસે  જણાવ્યું હતું કે નિર્મલ કાશ્મીરમાં જઈને આતંકવાદીઓ સાથે લડવામાં સેનાની મદદ કરવા ઈચ્છતો હતો. છેલ્લા કેટલાંક મહિનાથી ઘરમાં કાશ્મીર જઈને આતંકવાદીઓ સાથે લડવાની રટ લાગવી રાખી હતી. તેની વાતો સાંભળીને તેના મિત્રો તેની મજાક ઉડાવતા રહેતા હતાં.નિર્મલના પિતા પ્રસન્ન વાધે કહ્યું હતું કે નિર્મલ તાજેતરમાં કાશ્મીરમાં બનેલી ઘટનાઓથી ભારે વિચલિત રહેતો હતો.

નિર્મલ ભણવામાં તેજસ્વી છે અને તેને ઈતિહાસ ભણવો બહું જપસંદ છે. તે મુંબઈમાં વસઈ(વેસ્ટ)ના એમજી પારૂલેકર સ્કૂલમાં ભણે છે. નિર્મલે 10મી ઓગસ્ટે ઘર છોડી દીધું હતું. રાતે સાડા નવ વાગે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જનારી ટ્રેન ગોલ્ડન ટેમ્પલ મેલમાં કાશ્મીર જવા નિકળી ગયો હતો. બરાબર સવાએક વાગે જ્યારે ટ્રેન સૂરત પહોંચી ત્યારે ટિકિટ ચેકરે તેને ટિકિટ વગર યાત્રા કરવાને કારણે ટ્રેનમાંથી ઉતારી દીધો હતો. નિર્મલ પાસે માત્ર ટ્યૂશન ફીના અઢી હજાર રૂપિયા હતા. તેની પાસે મોબાઈલ પણ નહોતો. 10મી ઓગસ્ટની રાતે જ્યારે તે ઘરે પાછો ન ફર્યો ત્યારે  પરિવારજનો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા. પણ નિર્મલ નસીબદાર હતો કે પોલીસે તેને શોધીને તેના પરિવારજનોને હવાલે કર્યો.

બન્યું એવું કે 10મી ઓગસ્ટે નિર્મલના પિતાના મોબાઈલ ફોન પર એક મિસ કોલ આવ્યો. આ મિસ કોલે પોલીસ માટે સિગ્નલનું કામ કર્યું. નંબર ટ્રેસ કરતાંજ તે સૂરતથી આવ્યો હોવાની જાણ થતાં તરતજ સૂરત પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો. આખરે નિર્મલને એક પાણીપૂરી વેચનારાની ઝૂંપડીમાં મળી આવ્યો હતો. જોકે હજી સુધી એ ખબર નથી પડી કે પાણીપૂરી વેચનારાએ નિર્મલના પિતાને ફોન કેમ કર્યો હતો. કદાચ તે તેમની પાસેથી ખંડણી વસુલવા ઈચ્છતો હતો પણ આ વાત ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. નિર્મલ જ્યારે રસ્તો ભટકી ગયો ત્યારે તેણે પાણીપૂરી વાળાને ત્યાં નોકરી માંગી હતી. તેણે પાણીપૂરી વાળઆને પોતાના પરિવાર અંગે પણ જણાવ્યું હતું.

નિર્મલની માતાનું  મૃત્યુ થોડા સમય પહેલાં જ થયું હતું. તેના પિતા મુંબઈ નગર નિગમમાં કામ કરતા હતા. તેમણે કહ્યું હતુંકે “નિર્મલને ઈતિહાસ વિષય બહુંજ પસંદ હતો. તે હમેંશા મને કાશ્મીર અંગે સવાલોને પૂછતો રહેતો હતો. તેણે મને અનેક વાર કાશ્મીર જવાની અને સેનાની મદદ કરવાની વાત કરી હતી પણ કોઈએ એવું વિચાર્યુ ન હતું કે તે એક દિવસ આવી રીતે એકલો જ ચાલી નિકળશે.”

નિર્મલનો ફોટો સોશિયલ મીડિયા પર અને વોટ્સ એપ પર લાખો લોકોએ શેયર કર્યો હતો. તેના દોસ્તો અને સ્કૂલમેટ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

પાકી જાણકારી મળ્યા પછી નિર્મલના પરિવાર જનો અને પોલીસ તેને લેવા માટે સૂરત ગયા. નિર્મલ પાછો આવવાથી દાદા-દાદી બહુંજ ખુશ છે. તેણે પણ માન્યું કે આવી રીતે ઘર છોડીને જવાનો નિર્ણય યોગ્ય નહોતો. તેણે વચન આપ્યું છે કે તે હવે ધોરણ 10ની પરિક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન