To reduce debt, CCD will raise by selling tech parks
  • Home
  • Business
  • દેવું ચૂકવવા કાફે કોફી ડે કંપની ‘આવું’ કરીને 1,000 કરોડ રૂપિયા ઊભા કરશે

દેવું ચૂકવવા કાફે કોફી ડે કંપની ‘આવું’ કરીને 1,000 કરોડ રૂપિયા ઊભા કરશે

 | 9:20 am IST

દેવાંના ડુંગર તળે દટાયેલી લોકપ્રિય કોફી ચેન કોફી ડેએ તેના દેવામાં ઘટાડો કરવાની એક નવી યોજના તૈયાર કરી છે. કોફી ડેનું સંચાલન કરનાર કોફી ડે એન્ટરપ્રાઇઝે શનિવારે એવી માહિતી આપી કે બેંગ્લુરૂમાં આવેલા તેના ગ્લોબલ વિલેજ ટેક પાર્કના વેચાણની કંપનીની યોજના છે અને આના વેચાણ દ્વારા કંપનીને ૩,૦૦૦ કરોડની આસપાસ મળશે જેમાંથી ૧,૦૦૦ કરોડનું દેવું ચૂકવવામાં મદદ મળશે.

કોફી ડે એન્ટરપ્રાઇઝે શેરબજારોને એવી માહિતી આપી કે કંપની પહેલેથી જ ગ્લોબલ ટેક પાર્કને કુલ ૨,૬૦૦-૩,૦૦૦ કરોડમાં વેચવાની જાહેરાત કરી ચૂકી છે. આ ટેક પાર્કની માલિકી કોફી ડે એન્ટરપ્રાઇઝની સહયોગી તાંગલિન ડેવલપમેન્ટ લિમિટેડ પાસે છે.

કંપનીએ દેવું જાહેર કર્યું: ૪,૯૭૦ કરોડનો બોજ

કંપનીએ એક નિવેદન બહાર પાડીને તેની પરના દેવાના બોજની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તેની પર હાલમાં ૪,૯૭૦ કરોડનું દેવું છે. કોફી ડે એન્ટરપ્રાઇસે કહ્યું કે તેની સહયોગી કંપની સિકલ લોજિસ્ટિક પણ કેટલીક સંપત્તિઓના વેચાણ પર કામ કરી રહી છે. સિકલ લોજિસ્ટિક પર ૧,૪૮૮ કરોડનું દેવું છે. ગ્લોબલ વિલેજના વેચાણ દ્વારા મળેલા પૈસાથી દેવાની ચુકવણી બાદ કોફી ડે સમૂહ પર આગામી ૪૫ દિવસમાં ૧,૦૦૦ કરોડનું દેવું રહેવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન