To remove the bad luck, feed the black ants that appear in the house
  • Home
  • Astrology
  • દૂર્ભાગ્ય દૂર કરવા માટે ઘરમાં દેખાતી કાળી કીડીઓને ખવડાવો આ વસ્તુ

દૂર્ભાગ્ય દૂર કરવા માટે ઘરમાં દેખાતી કાળી કીડીઓને ખવડાવો આ વસ્તુ

 | 2:36 pm IST

જ્યારે ઘરમાં કાળી કીડીઓ વધું દેખાય તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. તેની પાછળ કોઈ રહસ્ય હોય છે. જો આ કીડીઓને કોઈ ચીજ સાકર મેળવીને ખવડાવવામાં આવે તો દેવી દેવતાઓની કૃપા મળવા સાથે દુર્ભાગ્ય દૂર થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં કીડીઓને શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓ ભગવાન વિષ્ણુનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એના પર શનિદેવનું પણ આધિપત્ય હોય છે. જો તેની કૃપા જોઈએ તો કીડીઓને ચોખાનો લોટ ખાંડ ભેળવીને કે ઘઉંનો લોટ તેલનું મોંણ નાંખીને કીડીઓના દર પાસે ભભરાવવો જોઈએ. તેનાથી દુર્ભાગ્ય ખતમ થઈ જાય છે.

જો તમને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો અહેસાસ થતો હોયતો કોપરાના ખમણમાં થોડી ખાંડ ભેળવીને કીડીઓને નાંખી દો. એમ કરવાથી જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હશે તો પણ તે ચાલ્યો જશે. અને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે.

બદામના ભૂકામાં ખાંડ ભેળવીને નાંખવાથી નોકરીને લઈને ચાલી આવતી ચિંતા ખતમ થઈ જાય છે. નોકરી ન મળતી હોય કે નોકરીથી સંતુષ્ટ ન હોય તો આમ કરવાથી ધીરે ધીરે તમારા કામ થવા લાગશે. કરજ હશે તો તે પણ ઘટે છે.

રાહુ અને કેતુને પાપી ગ્રહની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો આ ગ્રહ તમારી કુંડળીમાં હાવી રહેતા હોય તો તમારે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવો જોઈએ. એમ કરવાથી જો કોઈ પર સાડાસાતી પણ ચાલતી હોય તો તેનો પ્રભાવ ઓછો થાય છે.

આ વીડિયો પણ જુઓ : મહારાષ્ટ્રના અતિકલ્યાણકારી શીરડી સાંઈધામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન