To Stop Fake News WhatsApp deleting Suspicious Accounts
  • Home
  • Featured
  • WhatsApp ડિલીટ કરી રહી છે આ યુઝર્સના એકાઉન્ટ, થઈ જાઓ એલર્ટ

WhatsApp ડિલીટ કરી રહી છે આ યુઝર્સના એકાઉન્ટ, થઈ જાઓ એલર્ટ

 | 9:07 pm IST

પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ્લિકેશન વોટ્સએપ ફેક ન્યૂઝની સમસ્યાને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે આ કંપનીએ ફેક ન્યૂઝની સમસ્યાને દૂર કરવા માટે મોટા પ્રમાણમાં વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવાનું શરૂ કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વોટ્સએપે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દરરોજ લગભગ 20 લાખ શંકાસ્પદ અકાઉન્ટ બંધ કરી રહી છે. ઉપરાંત કંપનીએ તેના યુઝર્સને પણ આવા એકાઉન્ટ્સની માહિતી આપવા વિંનતી કરી છે. વોટ્સએપ મશીનના મદદથી શંકાસ્પદ એકાઉન્ટની ઓળખ કરી તેને ડિલીટ કરી રહી છે.

ફોર્બ્સની એક રિપોર્ટ મુજબ, શંકાસ્પદ ગતિવિધિમાં શામેલ એકાઉન્ટ્સમાંથી લગભગ 95 ટકા ડિલીટ કરવામાં આવ્યા છે. વોટ્સએપના એક પ્રવક્તાએ તેના નિવેદનમાં કહ્યું કે આવું જાણવાં મળ્યું છે કે કેટલાક લોકો વોટ્સએપનો ખોટી રીતે ઉપયોગ કરવા માંગે છે. જ્યારે કેટલાક યુઝર્સ તો ક્લિક બેટ લિંક્સ પણ શેર કરવા માંગે છે. જે યુઝર્સની ખાનગી માહિતીઓ ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક લોકો વોટ્સએપના માધ્યમથી તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માંગે છે અને એજ કારણ છે કે કંપની એવા શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેક કરી ડિલીટ કરવાનું કામ શરૂ કર્યું છે.