Airtel, Jio, Vodafone best plans with long validity
  • Home
  • Featured
  • Airtelના આ પ્લાનમાં મળશે Jio અને Vodafoneથી વધારે વેલિડિટી

Airtelના આ પ્લાનમાં મળશે Jio અને Vodafoneથી વધારે વેલિડિટી

 | 9:37 am IST

આ અઠવાડિયે ભારતી Airtelએ ત્રણ લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન્સ લૉન્ચ કર્યા છે. આ ત્રણેય પ્લાનમાં રિલાયન્સ Jio અને Vodafoneને ખાસ ટક્કર આપવા કંપનીએ આ પ્લાનને લૉન્ચ કર્યા છે. ભારતી એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલીંગ અને ડેટાનો લાભ મળશે. તો આવો જાણીએ Airtelનો આ પ્લાન જિયો કરતા કેવી રીતે બહેતર છે?

Airtelનો રૂપિયા 998વાળો પ્લાન

ભારતી એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને 998 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. ભારતી એરટેલે તેના આ પ્લાનમાં અમલિમિટેડ કોલીંગ અને ડેટાની સુવિધા આપી છે. અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 12GB ડેટાના લાભ મળશે. આ પ્લાનમાં નેશનલ રોમિંગ ફ્રી વોયસ કોલિંગનો લાભ પણ મળશે. પ્રતિ મહીને 300 ફ્રી એસએમએસનો લાભ મળશે.

Jioનો રૂપિયા 999વાળો પ્રીપેડ પ્લાન

Jioના આ પ્લાનમાં યૂઝર્સને 999 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે આ પ્લાનમાં યૂઝર્સને 90 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 60GB ડેટાનો લાભ મળી રહ્યો છે. આ પ્લાનમાં ડેટાનો લાભ પુરી વેલિડિટી સુધી ઉઠાવી શકે છે આ પ્લાનમાં નેશનલ રોમિંગ ફ્રી વોયસ કોલિંગનો લાભ પણ મળશે.પ્રતિ મહીને 100 ફ્રી એસએમએસનો લાભ મળશે.

Airtelનો રૂપિયા 597વાળો પ્રીપેડ પ્લાન

ભારતી એરટેલના આ પ્લાનમા યૂઝર્સને 597રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 168 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 10GB ડેટાનો લાભ મળી રહ્યો છે. આ પ્લાનમાં નેશનલ રોમિંગ ફ્રી વોયસ કોલિંગનો લાભ પણ મળશે.પ્રતિ મહીને 100 ફ્રી એસએમએસનો લાભ મળશે.

Vodafoneનો રૂપિયા 597વાળો પ્રીપેડ પ્લાન

Vodafoneના આ પ્લાનમા યૂઝર્સને 597રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ પ્લાનમાં યૂઝર્સને 112 દિવસની વેલિડિટી મળી રહી છે.આ પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 10GB ડેટાનો લાભ મળી રહ્યો છે. આ પ્લાનમાં ડેટાનો લાભ પુરી વેલિડિટી સુધી ઉઠાવી શકે છે. આ પ્લાનમાં નેશનલ રોમિંગ ફ્રી વોયસ કોલિંગનો લાભ પણ મળશે.પ્રતિ મહીને 100 ફ્રી એસએમએસનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન