દેશને ૨૦૫૦માં મજબૂત રાષ્ટ્ર બનાવવા પા પા પગલી માંડીએ - Sandesh
  • Home
  • Columnist
  • દેશને ૨૦૫૦માં મજબૂત રાષ્ટ્ર બનાવવા પા પા પગલી માંડીએ

દેશને ૨૦૫૦માં મજબૂત રાષ્ટ્ર બનાવવા પા પા પગલી માંડીએ

 | 2:49 am IST

કવર ડ્રાઈવ : સચિન તેંડુલકર

આજે આપણે ૭૨મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ. આપણે ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭થી લાંબી મજલ કાપી છે. કેટલાંક રજવાડાં અને પ્રદેશોને એકતાંતણે બાંધીને રાષ્ટ્રનાં નિર્માણથી આપણે હવે વૈશ્વિક પાવરહાઉસ બનવા તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ. ભારતીયો બહુરાષ્ટ્રીય કંપનીઓનાં વડા છે, બોલિવૂડની ફ્લ્મિો દુનિયાભરનાં વિવિધ દેશોમાં સફ્ળતા મેળવી રહી છે, આપણાં રમતવીરો દુનિયામાં જુદી જુદી રમતોમાં ચંદ્રકો મેળવીને દેશની શાન વધારી રહ્યાં છે અને ઇસરોએ અંતરિક્ષનાં અત્યાર સુધી અછૂત રહેલા ભાગોમાં આપણો ત્રિરંગો લહેરાવવાની સફ્ર જાળવી રાખી છે. જોકે હજુ ભારતનો સુવર્ણકાળ આવવાનો બાકી છે. દુનિયાની સૌથી જૂની સભ્યતાઓમાંની એક ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ વર્ષ ૨૦૨૦ સુધીમાં દુનિયાનો સૌથી યુવા દેશ બનવા સજ્જ છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં આપણાં દેશની વસતીની સરેરાશ વય ૨૯ વર્ષ થઈ જશે. જો આપણે આપણી યુવા પેઢી અને સદીઓનાં આપણાં શાણપણનો સમન્વય કરીશું, તો ભારત ભવિષ્યમાં દુનિયાનું નેતૃત્વ લેશે.

જોકે આપણી યુવા પેઢીની આર્થિક જવાબદારીઓ તેમને સામાજિક અને પારિવારિક જવાબદારીઓ અદા કરવામાં ભારણરૂપ ન બનવી જોઈએ. પરિવારની જવાબદારી લેવાનું અને સમાજને ઘડવાનાં મહત્ત્વપૂર્ણ પાસાંને બાળકોનાં ઉછેરમાં વણાઈ ગયું છે. જો આપણે બાળકો આજે ખુશ, બુદ્ધિશાળી અને સ્વસ્થ હશે, તો આપણાં દેશનું ભવિષ્ય મજબૂત અને સ્વસ્થ બનશે. મારી પત્ની પીડિયાટ્રિશિયન હોવા ઉપરાંત યુનિસેફ સાથે સંકળાયેલી હોવાથી હું બાળપણમાં બાળકનાં વિકાસનાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પાસાંથી વાકેફ થયો છું. એટલે અત્યારે આપણે આપણાં બાળકોની સારસંભાળમાં જે દરેક ડોલરનો ખર્ચ કરીએ છીએ, એનું સમાજ અને અર્થતંત્રને ત્રીસ ડોલર વળતર મળશે!

બાળકનાં મગજનો વિકાસ નવજાત અવસ્થાથી શરૂ થાય છે અને ૮૦ ટકા બાળકોનાં મગજનો વિકાસ બે વર્ષની ઉમર સુધી થાય છે. જેટલો સમય માતાપિતા બાળક સાથે પસાર કરે છે એ બાળકનાં બાળપણને આકાર આપવાનો માર્ગ મોકળો કરે છે. આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષથી ‘ગર્ભસંસ્કાર’ની પ્રથા ચાલી આવે છે – એટલે કે ‘બાળકને માતાની કૂખમાં જ સંસ્કાર આપવા.’ આપણામાંથી કેટલાંકે મહાભારતનાં અભિમન્યુની વાત સાંભળી હશે, જેણે માતાનાં કૂખમાં યુદ્ધ કરવાની કળા શીખી હતી. એટલે કહેવાનો અર્થ એ છે કે, બાળકનાં મગજનાં વિકાસ માટે એનો ઉછેર સલામત અને પ્રેમાળ વાતાવરણમાં થવો જોઈએ, એને યોગ્ય પોષણ મળવું જોઈએ તથા માતાપિતાઓ અને સારસંભાળ રાખનાર લોકો પાસેથી સકારાત્મક પ્રોત્સાહન મળવું જોઈએ.

બાળકનાં ઉછેરનું મહત્ત્વપૂર્ણ પાસું સમાન પાલનપોષણનું છે. બાળકને માતા જેટલાં જ પિતાનાં પ્રેમ અને હૂંફ્ની જરૂર છે. પુરાવા સૂચવે છે કે, બાળપણમાં પિતાની ભાગીદારી બાળક પર સંપૂર્ણ સકારાત્મક અસર કરે છે. એટલું જ નહીં, એનાથી માતાનું સ્વાસ્થ્ય પણ સારું જળવાય છે, જેથી એનાં પર વધારે ભારણ ન પડે એ સુનિશ્ચિત થાય છે. જેમ ક્રિકેટની પીચ પર સંતુલનનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બાળકનાં ઉછેરમાં માતાપિતાની ભૂમિકા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું છે! એ જાણીને આનંદ થાય છે કે, કેટલીક પ્રગતિશીલ સંસ્થાઓ હવે મેટરનિટી લીવને બદલે જાતિ સમાનતા લાવવા પેરેન્ટિંગ લીવ આપી રહી છે.

બાળકોને સલામત અને સુરક્ષિત વાતાવરણની પણ જરૂર છે. હિંસા અને શોષણ બાળકોને હતાશા-નિરાશા તરફ દોરી જાય છે અને તેમનાં માનસિક વિકાસ પર લાંબા ગાળાની અસર કરે છે. માતાપિતાનું એકબીજા પ્રત્યે સારું વર્તન અને તેમનાં બાળકો પ્રત્યે પ્રોત્સાહનજનક વર્તન બાળકોનાં વિકાસ માટે યોગ્ય વાતાવરણ પ્રદાન કરે છે, જેથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે.

બાળકનાં પ્રથમ ૨૪ મહિના દરમિયાન સ્વાસ્થ્ય અને સ્વચ્છતા મહત્ત્વપૂર્ણ પાસાં છે. પીવાનાં સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા, સારી સાફ્સફઈની પદ્ધતિ અને સમયસર રસીકરણથી સુનિશ્ચિત થાય છે કે, બાળક મેલેરિયા, ડાયેરિયા વગેરે જેવા રોગોનો શિકાર બનતું નથી. આપણે ત્યાં કહેવત છે કે, ‘સારવાર કરતાં નિવારણ લાખ ગણી સારી,’ જે બાળકોની સારવારનાં સંદર્ભમાં યથાર્થ છે. પોષણની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે માતા ગર્ભાવસ્થામાં હોય ત્યારે જે ભોજન કરે છે એમાંથી જ એની કૂખમાં વિકસતાં બાળકને પોષણ મળે છે. એટલે ગર્ભવતી માતાઓએ પોષક દ્રવ્યોનું સેવન કરવાની ખાસ કાળજી લેવી જોઈએ. જન્મ પછી સ્તનપાનથી બાળકને યોગ્ય પોષણ મળવાની સાથે એની રોગપ્રતિકારક ક્ષમતા વિકસે છે તેમજ માતા અને બાળક વચ્ચેનું જોડાણ પણ મજબૂત થાય છે. સંસ્થાઓ અને જાહેર સ્થાનોમાં માતા સુરક્ષિત સ્તનપાન કરાવી શકે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

છેલ્લે, બાળકો સાથે રમવા માટે સમય ફળવો. આપણે એવું માનતા હોઈએ એવું બને કે, જ્યારે તેઓ આપણી સામે હસતાં શીખે, ત્યારે તેઓ સમજણા થાય છે, પણ હકીકતમાં નવજાત અવસ્થાથી જ તેમની અંદર સમજણ વિકસે છે. એટલે નવજાત અવસ્થાથી જ બાળક સાથેનું જોડાણ મહત્ત્વપૂર્ણ છે. તેમની અંદર બહુ જિજ્ઞા।સા હોય છે અને તેઓ નવી ચીજ શીખીને આનંદ મેળવે છે. તેમનાં તરફ પૂરતું ધ્યાન આપો. જ્યારે તેઓ બોલે, ત્યારે તેમની આંખોમાં આંખો પરોવો. બાળકને સારું સંગીત કે મધુર ગીત સંભાળવો. જ્યારે તેઓ ગર્ભમાં હોય, ત્યારે તેમને ગીતસંગીત સંભળાવો. જો બાળક સ્નાન કરતાં, સ્તનપાન કરતાં કે રમતાં બોલે, તો તેમની ભાષા અને હલનચલનની કુશળતામાં અનેકગણો વધારો થશે. જ્યારે તેઓ નવી કુશળતા શીખે, ત્યારે તેમને પ્રોત્સાહન આપો અને તેમની પ્રશંસા કરો, જેથી તેમને અવનવું શીખવાની પ્રેરણા મળશે.

નાની વયથી જ બાળકનાં વિકાસ માટે સમય ફળવો, જે દેશની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે એવું શ્રેષ્ઠ રોકાણ બનશે. એનાથી શાંતિપૂર્ણ અને સ્થિર-સંતુલિત સમાજને પ્રોત્સાહન મળશે તેમજ ગરીબી અને અસમાનતા દૂર થશે. આપણાં બાળકોને યોગ્ય ભોજન આપવાથી, રમતની સાથે નવી ચીજવસ્તુઓ શીખવવાથી અને માતાપિતાઓનો ભરપૂર પ્રેમ આપીને આપણે ભારતનાં ભવિષ્યનું સકારાત્મક નિર્માણ કરી શકીએ. ચોક્કસ, આપણે આપણાં દેશને વર્ષ ૨૦૫૦ સુધીમાં સુપરપાવર બનાવી શકીશું. આપણે આપણી ભવિષ્યનીપેઢીઓ પાસેથી કેટલાંક ઓલિમ્પિક મેડલ્સ, નોબલ પ્રાઇસ, વર્લ્ડ કપ અને ટ્રિલિયન-ડોલરનાં ઉદ્યોગસાહસોની આશા રાખીએ છીએ. યાદ રાખો, એની શરૂઆત માતાનાં પેટમાં બાળકને સારું ગીતસંગીત સંભળાવીને થઈ શકશે! હું તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું. જય હિંદ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન