Today 1091 positive cases, the total number of cases of Kovid-19 in Gujarat reached 1,59,726
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસોમાં પાછો ઘટાડો, રિકવરી રેટે પણ ચોંકાવ્યા

ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસોમાં પાછો ઘટાડો, રિકવરી રેટે પણ ચોંકાવ્યા

 | 7:27 pm IST

કોરોના મહામારી (Corona Epidemic) માં ગુજરાત (Gujarat)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1100થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1091 પોઝિટિવ કેસ (1091 Corona Positive Cases in Gujarat Today) આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,59,726એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3638એ પહોંચ્યો છે. જ્યારે 1233 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.68 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,74,429 ટેસ્ટ કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે કુલ 1091 કેસો આવ્યા છે અને 24 કલાકમાં 9 દર્દીઓ મોતને ભેટ્યા છે. અત્યાર સુધીમાં 1,41,652 દર્દી થયા સાજા છે. ગુજરાતમાં કોરોનાના કુલ 1,59,726 કેસ છે. સુરતમાં નવા 239 કેસ 2નાં મોત, અમદાવાદમાં 185 કેસ 5નાં મોત, વડોદરામાં 119 અને રાજકોટમાં 107 કેસ, જામનગરમાં 84 અને ગાંધીનગરમાં 46 કેસ, જુનાગઢમાં 32 અને ભાવનગરમાં 18 કેસ, પાટણમાં 18 અને ભરૂચમાં 17 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 15-15 કેસ, ગીર સોમનાથ અને મોરબીમાં 11-11 કેસ, આણંદ અને નર્મદામાં 10-10 કેસ, પંચમહાલમાં 10 અને દાહોદમાં 9 કેસ, દેવભૂમિ દ્વારકા અને ખેડામાં 7-7 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3638એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,41,652 નાગરીકો સાજા થઈ ગયા છે. 3638ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,436 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,362 સ્ટેબલ છે.

આ વીડિયો પણ જુઓ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી બંધ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન