today-12-september-2018-no-change-in-petrol-diesel-rate
  • Home
  • Business
  • રાહતના સમાચાર આજે નહી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ

રાહતના સમાચાર આજે નહી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ

 | 9:45 am IST

પેટ્રોલ-ડિઝલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ચારેતરફ મોંઘવારી અને ભાવ વધારાના સમાચાર આવી રહ્યા હતા એવામાં આજે થોડા રાહતના સમાચાર છે. પેટ્રોલ-ડિઝલની કિંમત ઘટી નથી પણ હા આજે ભાવ વધવાના કોઈ સમાચાર નથી. આજે સતત વધતા ભાવનો સિલસિલો અટકી ગયો છે.આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. પશ્ચીમ બંગાળમાં ટેક્સ કાપતા આજે પેટ્રોલ-ડિઝલમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે.

જાણકારોના જણાવ્યા અનુસાર રૂપિયો સતત ગગડતા ઓઇલની કિંમતો વધે તે નક્કી છે, જો કે કેટલાક મહિનાઓમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવવાની હોય સરકાર પણ ભાવને લઈને ચીંતીત છે.રાજસ્થાન, આંધ્રપ્રદેશમાં વેટ ઓછો કરવામાં આવ્યો છે.

કેટલાક શહેરોના પેટ્રોલ-ડિઝલના આજના ભાવ

કેટલાક શહેરોના પેટ્રોલ-ડિઝલના આજના ભાવ જાણીયે જયપૂરમાં પેટ્રોલ 81.47તો ડિઝલની કિંમત 75.38, અમદાવાદમાં પેટ્રોલ 80.0 તો ડિઝલની કિંમત 78.31, પટનામાં પેટ્રોલ 87.06 તો ડિઝલની કિંમત 78.61, લખનઉમાં પેટ્રોલ 80.6 તો ડિઝલની કિંમત 73.09, ભોપાલમાં પેટ્રોલ 86.62 તો ડિઝલની કિંમત 76.88, ચંડીગઢમાં પેટ્રોલ 77.86 તો ડિઝલની કિંમત 70.95