Today, 200 cars and 1000 bikes will join the Education Minister's Jan Ashirwad Yatra
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રામાં 200 કાર, 1000 બાઈક જોડાશે

આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જન આશીર્વાદ યાત્રામાં 200 કાર, 1000 બાઈક જોડાશે

 | 8:48 am IST
  • Share

રાજકોટ બાદ રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી મંત્રી પદે આરૃઢ થયેલાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીની  તા.૯ને શનિવારના રોજ ભાવનગર શહેરમાં યોજાનાર જન આર્શીવાદ યાત્રાને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

મંત્રી બન્યા બાદ પ્રથમ વખત માદરે વતન આવતાં મંત્રી વાઘાણીની યાત્રામાં ૨૦૦થી વધુ કાર અને ૧૦૦૦થી વધુ બાઈકસવારો જોડાશે. તો, રંગારંગ કાર્યક્રમ વચ્ચે શહેરના રાજમાર્ગો પર નિકળનારી અંદાજે ૯ કિમી લાંબી આ યાત્રાનુંં ઠેર-ઠેર સ્વાગત અને અભિવાદન થશે.

જન આશીર્વાદ યાત્રા અંગે માહિતી આપતાં શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયાએ જણાવ્યું કે, ભાવનગર પિૃમના ધારાસભ્ય જીતુ વાઘાણીને ગુજરાત રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદ મળતાં નવનિયુક્ત મંત્રી જીતુ વાઘાણી પ્રથમવખત આવતીકાલ તા.૯ ઓક્ટોબરને શનિવારના રોજ માદરે વતન ભાવનગર આવશે. ભાજપની પરંપરા અનુસાર નવનિયુક્ત મંત્રીને પ્રજા વચ્ચે જઈ તેમના આશીર્વાદ લેવાના હોય છે.

જે અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રીની શનિવારે બપોરના ૩ કલાકથી શહેરના નારી ચોકડી ખાતેથી જન આશીર્વાદ યાત્રા યોજાશે.યાત્રા પૂર્વે શહેર ભાજપ સંગઠન દ્વારા સાફા પહેરેલી ૧૫૧ બહેનો મારફતે મંત્રી વાઘાણીને આવકારવામાં આવશેે.આ તકે,સંતો મહંતો આશીર્વાદ આપવા હાજર રહેશે.

તેમણે વિગત આપતાં જણાવ્યું કે,નારી સર્કલથી શહેરના સરદારનગર સુધીના રૃટ પર નિકળનારી અંદાજે ૯ કિમી લાંબી યાત્રામાં ૨૦૦થી વધુ કારનો કાફલો, ૧૦૦૦થી વધુ બાઈકસવારો તથા ૫૧ ઘોડેશ્વારો જોડાશે. જયારે,આ રૃટ પર ઢોલ નગારા,ત્રાંસા સાથે ૪૫૦ તિરંગા ફ્ુગ્ગા,બેનરો તેમજ વિવિધ સુશોભનો અને કલાપથ સંસ્થા આયોજિત રંગારંગ ક્રાર્યક્રમ દ્વારા સમગ્ર રૃટને શણગારવામાં આવશે.તો, આ રૃટ પર વિવિધ સ્થળે સ્ટેજ પર વિવિધ જ્ઞાાતિના આગેવાનો,ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક આગેવાનો નવનિયુક્ત મંત્રી જીતુ વાઘાણીનું સ્વાગત કરશે.

યાત્રાના રૃટ દરમિયાન મંત્રી વાઘાણી ગઢેચી વડલા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ, નિલમબાગ ખાતે કૃષ્ણકુમારસિંહજી, સ્વામી વિવેકાનંદજી, જશોનાથ ખાતે બાબાસાહેબ આંબેડકર તેમજ મોખડાજી સર્કલ ખાતે વીર મોખડાજીની પ્રતિમાને પુષ્પહાર કરશે.યાત્રા મોડીસાંજે સરદારનાગર ખાતે વિરામ પામશે.

જન આશીર્વાદ યાત્રા બાદ નવનિયુક્ત કેબિનેટ મંત્રી વાઘણીનો ભાવનગર નાગરિક સમિતિ દ્વારા મેઘાણી ઓડીટોરીયમ ખાતે સમગ્ર ભાવનગર વતી જાહેર નાગરિક સન્માન સમારોહ યોજાશે. આ સમારોહમાં ભાવનગરની ૬૦થી વધુ સંસ્થાઓ, એસોસિયેશન, મંડળો દ્વારા તેમનું અદકેરૃં સન્માન કરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો