Today ahmedabad vyashwadi Ambaji legacy unions depart
  • Home
  • Ahmedabad
  • આજથી અંબાજી પગપાળા સંઘોનું પ્રસ્થાન, શહેરનો સૌથી મોટા સંઘ અહીંથી નીકળ્યો

આજથી અંબાજી પગપાળા સંઘોનું પ્રસ્થાન, શહેરનો સૌથી મોટા સંઘ અહીંથી નીકળ્યો

 | 12:11 pm IST

અમદાવાદના વાડજ ખાતેથી વ્યાસવાડી પગપાળા સંઘ બાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયો છે. સતત 25 વર્ષથી વ્યાસવાડીથી વાજતે ગાજતે આ સંઘ પ્રસ્થાન કરી રહ્યો છે.

સોમવારે વહેલી સવારે વાજતેગાજતે માતાજીના રથ સાથે અંબાજી જવા નીકળ્યા છે. જે 18મી સપ્ટેમ્બર મંગળવારે અંબાજી પહોચીને ધજા આરોહણ કરશે.

ઉલ્લેખનીય છે કે 1994માં 6 થી 7 ભક્તો પ્રથમ વાર માતાજીના નાના રથ સાથે નીકળ્યા હતા જે 2018માં 25માં વરસે 25 વર્ષ પુરા કર્યા છે આ સંઘમાં આવનારા લોકો જે માનતા રાખે છે તે અવશ્ય પુરો થાય છે તેવો સંઘનુ માનવુ છે આ રથમાં ચૂંદડીવાળા માતાજી પણ જોડાવાના છે જેને લઈને સંઘના ભક્તો વિશેષ આનંદ છે.