હેપ્પી બર્થ ડે અજય દેવગન, જાણો તેની કેટલીક અજાણી વાતો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • હેપ્પી બર્થ ડે અજય દેવગન, જાણો તેની કેટલીક અજાણી વાતો

હેપ્પી બર્થ ડે અજય દેવગન, જાણો તેની કેટલીક અજાણી વાતો

 | 11:50 am IST
  • Share

2 એપ્રિલ 1969ના દિવસે જન્મેલો બોલિવૂડનો સિંઘમ કહો કે પછી સુલતાન મિર્ઝા તેના એક્શન માટે જાણીતો છે. અજયનું સાચું નામ વિશાલ દેવગન છે. એ વિરુ અને વીણા દેવગનનો પુત્ર છે. પિતા વિરુ દેવગન જાણીતા એક્શન ડાયરેક્ટર હતા. અજયે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ છે.

પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’
અજય દેવગનની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ હતી, જે 1991માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ સાથે તમને જણાવી દઇએ કે, 90ના દાયકામાં અજયની હિટ ફિલ્મો ‘જિગર’, ‘દિવ્યા શક્તિ’, ‘ધનવાન’, ‘દિલવાલે’, ‘વિજયપથ’, ‘સુહાગ’ હતી.

ઉલ્લેખનીય છે કે, 2000 અને 2001ના વર્ષો નિષ્ફળ ગયા બાદ 2002માં કંપની અને લેજન્ડ ઓફ ભગત સિંહ ફિલ્મોની સફળતાએ અજયને ફરી સ્ટાર તરીકે સ્થાપિત કર્યો હતો. 2002ની ‘દીવાનગી’ ફિલ્મમાં અજયે ખલનાયક જેવી ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અજયે ‘કયામત’, ‘ભૂત’ અને ‘ગંગાજલ’ ફિલ્મો કરી હતી. ‘ખાખી’, ‘યૂવા’, ‘રેનકોટ’માં તેણે ભજવેલી ભૂમિકા પણ દર્શકોએ ખૂબ જ વખાણી હતી.

2006માં ‘આ’ ફિલ્મોએ અજયને અપાવી સફળતા
વર્ષ 2005માં અમુક ફિલ્મો ફ્લોપ ગયા બાદ 2006માં ‘ઓમકારા’ અને ‘ગોલમાલ’ ફિલ્મોથી તેને સફળતા મળી હતી. 1998ની ‘ઝખ્મ’ અને ‘લેજન્ડ ઓફ ભગત સિંહ’ ફિલ્મો માટે અજયે રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો.

અજય ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર
અજય ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર પણ છે. સિંઘમે એન્ટરપ્રાઈઝીસ નામે પોતાની પ્રોડક્શન કંપની પણ અજયે શરૂ કરી છે. તેને ‘રાજુ ચાચા’, ‘દિલ ક્યા કરે’ અને ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મો બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન