today AMC Campaign to take samples of fafda and jalebi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આજથી ફાફડા, જલેબીના સેમ્પલ લેવાની ઝૂંબેશઃ ઠેર ઠેર મંડપો બાંધીને ધંધો કરનારાઓ પર ધોંસ

આજથી ફાફડા, જલેબીના સેમ્પલ લેવાની ઝૂંબેશઃ ઠેર ઠેર મંડપો બાંધીને ધંધો કરનારાઓ પર ધોંસ

 | 9:12 am IST
  • Share

  • રોજના 145 સેમ્પલ લેવાશેઃ રાત્રિ સફાઈ માટે સોલીડ વેસ્ટને સૂચના

  • AMCના હેલ્થ વિભાગ દ્વારા દશેરા, દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ફાફડા, જલેબી અને મિઠાઈના સેમ્પલ લેવાનું નક્કી કરાયું

  • ડેન્ગ્યુ, ચીકન ગુનિયા વકરતાં મચ્છરોના બ્રીડીંગ શોધવા, ફોગીંગના પગલાં

AMCના હેલ્થ વિભાગ દ્વારા દશેરા, દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ફાફડા, જલેબી અને મિઠાઈના સેમ્પલ લેવાનું નક્કી કરાયું છે અને આજથી ત્રણ દિવસ ફાફડા, જલેબી બનાવવાની કાચી સામગ્રીના સેમ્પલ લેવાની ઝૂંબેશ હાથ ધરાશે અને રોજના 15 સેમ્પલ લેવામાં આવશે. શહેરમાં રાત્રિ સફાઈ કરવા માટે સોલીડ વેસ્ટ વિભાગને સૂચના અપાઈ છે.

હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલે કહ્યું કે, દશેરાના ત્રણ દિવસ પહેલાં એટલે કે આજે મંગળવારથી ચણાનો લોટ, ખાદ્ય તેલ, ઘી, વગેરે સહિત કાચી માલસામગ્રીના સેમ્પલ લેવાની ઝૂંબેશ શરૂ કરાશે. ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર, ચોરે અને ચૌટે મંડપો બાંધીને અને હાટડીઓ ખોલીને દશેરાના દિવસે કરોડોનો ધંધો કરનારાઓ પર ધોંસ બોલાવવામાં આવશે.

ફાફડા, જલેબીના સેમ્પલ લેવાની ઝૂંબેશ માટે હેલ્થ વિભાગ- ફુડ એન્ડ સેફ્ટી વિભાગની બે ટીમને કામગીરી સોંપવામાં આવી છે. આમ, આવતીકાલથી ત્રણ દિવસ ફાફડા, જલેબીના સેમ્પલ લેવાનું શરૂ કરાશે. ગુરૂવારે રાત્રે જ મોટા જથ્થામાં ફાફડા, જલેબી તૈયાર કરી દઈને શુક્રવારે દશેરાના દિવસે શહેરીજનોને પધરાવશે.

શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ. ચીકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો હોવાથી શહેરમાં પીવાના પાણીના સેમ્પલ લેવા, ફોગીંગની કામગીરી સઘન બનાવવા, ભંગાર અને ટાયરોની દુકાનો, વગેરે સ્થળે મચ્છરોના બ્રીડીંગ શોધીવા પગલાં લેવા તાકીદ કરાઈ છે. શહેરમાં ખાણી પીણી બજારો, કોમર્શિયલ અને શાક માર્કેટ, વગેરે સ્થળે દિવસે સફાઈ કામગીરી કરી શકાતી ન હોવાથી રાત્રિ સફાઈ માટે સૂચના અપાઈ છે. મધ્ય ઝોન સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં રાત્રિ સફાઈ થતી નથી.

હેલ્થમાં ફક્ત 16 ફુડ ઈન્સ્પેક્ટર

મ્યુનિ. હેલ્થ વિભાગમાં ફક્ત 16 ફુડ ઈન્સ્પેક્ટર છે અને તેના કારણે ખાદ્ય ચીજોના સેમ્પલ લેવાની કામગીરી અસરકારક રીતે થઈ શકતી નથી. શહેરના 48 વોર્ડમાં ખાદ્ય ચીજોના સેમ્પલ લેવા માટે પૂરતા ઈન્સ્પેક્ટરો નથી અને તેના કારણે ખાદ્ય ચીજોમાં ભેળસેળ અટકાવી શકાતી નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને પકડી શકતા નથી અને અસકારક કામગીરી થતી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો