Today Nitish Kumar meeting Amit Shah at Patna
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે નીતીશ- અમિત શાહની બેઠક દોસ્તીને વધુ પાકી કરશે કે તોડશે? આ રહ્યા પડકારો

આજે નીતીશ- અમિત શાહની બેઠક દોસ્તીને વધુ પાકી કરશે કે તોડશે? આ રહ્યા પડકારો

 | 8:59 am IST

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અમિત શાહની વચ્ચે આજે અગત્યની બેઠક યોજાવાની છે. માહિતી મળી રહી છે કે 2019 ચૂંટણી પહેલાં સીટોની વહેંચણીને લઇ ભાજપ અધ્યક્ષની સાથે નિર્ણાયક વાતચીત કરી શકે છે. જેડીયુ અને ભાજપની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે મામલા પર આખી નજર રાખનાર જાણકારોનું માનવું છે કે જેડીયુ અને ભાજપ પર સીટ શેરિંગને લઇ પડકારો છે.

જાણકારોનું કહેવું છે તે જનતા દળ (યુનાઇટેડ) ગઠબંધન પાર્ટનર ભાજપથી સીટોને લઇ સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે. તેની અંતર્ગત સીટોની વહેંચણી અને એનડીએના સહયોગીઓની વચ્ચે પરસ્પર સહમતિ બનાવાને લઇ નિર્ણાયક શરૂઆત થઇ શકે છે. પટનાની એક દિવસની મુલાકાતે પહોંચેલા અમિત શાહની મુલાકાત બિહારના સીએમ સાથે નાસ્તા અને ડિનર દરમ્યાન થશે.

ભાજપ અધ્યક્ષ બિહારમાં સહયોગી જેડીયુની સાથે સીટોની વહેંચણી સાથે ચૂંટણી અગાઉ પોતાની પાર્ટીની તૈયારીઓ અંગે પણ માહિતી મેળવશે. મહાગઠબંધનમાંથી બહાર નીકળવું અને ભાજપની સાથે સરકાર બન્યા બાદ આ પહેલી વખત છે જ્યારે શાહ બિહારના બીજા જ દિવસે જઇ રહ્યાં છે. ગયા વર્ષે જુલાઇમાં જ નીતીશ કુમાર મહાગઠબંધનને છોડી ફરીથી એનડીએમાં આવી ગયા હતા.

જેડીયુના એક સૂત્રે કહ્યું કે જો જેડીયુ પોતાની ચોક્કસ સીટોની સંખ્યાની જાણ થઇ જશે તો અમારા માટે એ સરળ થઇ જશે કે અમે અમારી સીટોની ઓળખ કરી શકીએ. પાર્ટી એ સીટો પર મજબૂતીની સાથે તૈયારી શરૂ કરશે જયાં અમારી જીતવાની સંભાવના સૌથી વધુ છે.

ગઇ લોકસભા ચૂંટણીમાં જેડીયુએ ભાજપ સાથે સંબંધ તોડી એકલા જ ચૂંટણી લડી હતી. ભાજપે એલજેપી, આરએલએસપીની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. 40 લોકસભા સીટો વાળી બિહારમાં ભાજપને 22, એલજેપીને 6 અને આરએલએસપીને 3 સીટો મળી હતી. એવી આશા છે કે શાહની સાથે બેઠકમાં નીતીશ કુમાર એનડીએના સહયોગીઓ અને સીટ શેરિંગની વચ્ચે સામાન્ય સહમતિ બનવાને લઇ ખુલીને ચર્ચા કરી શકે છે.

સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના બિહારમાં શાસન-વ્યવસ્થાને લઇ આપવામાં આવેલા નિવેદન પર પણ નીતી પોતાની નાખુશી વ્યક્ત કરી શકે છે. એક અન્ય જેડીયુ સૂત્રે કહ્યું કે નીતીશજીની તાકત તેમની શ્રેષ્ઠ પ્રશાસનિક ક્ષમતા છે અને તેઓ બિહારમાં પ્રશાસન વ્યવસ્થા પર આપવામાં આવેલા ગિરિરાજ સિંહના નિવેદનથી ઘણા આહત છે.