today bhachau in 3-7-magnitude-earthquake-strikes
  • Home
  • Bhuj
  • કચ્છના ભચાઉ પાસે ભૂકંપના આંચકો અનુભવાયા, ડરના માર્યા લોકો દોડ્યા

કચ્છના ભચાઉ પાસે ભૂકંપના આંચકો અનુભવાયા, ડરના માર્યા લોકો દોડ્યા

 | 4:06 pm IST

કચ્છના ભચાઉ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના 12.38 મિનિટે ભચાઉ પાસે 3.7ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉના ખારોઈ પાસે નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઈ છે. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગોઝારા ભૂકંપને દોઢ દાયકો વીત્યા બાદ પણ કચ્છની ધરા હજુ શાંત થઈ નથી અને સમયાંતરે હજુ ભૂકંપના આંચકા યથાવત્ છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા વલસાડ ખાતે પણ તાજેતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ આજરોજ ફરી એકવાર કચ્છના ભચાઉ પાસે ભૂંકપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ભયભીત થઇને ઘરની બહાર આવી પહોંચ્યા હતા.