today bharuch-siludi-village-youth-killed-in nigro
  • Home
  • Featured
  • આફ્રિકામાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટ બાદ જીવતો સળગાવ્યો

આફ્રિકામાં વધુ એક ગુજરાતીનો ભોગ લેવાયો, લૂંટ બાદ જીવતો સળગાવ્યો

 | 9:23 pm IST

વિદેશોમાં ભારતીયો હંમેશાં તેમના નિશાને રહેતા આવ્યા છે. વિદેશોમાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલ અનુસાર, ભરૂચના વાલિયાના સિલુડી ગામના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ નિગ્રો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. અહેવાલને પગલે પરિવારજનોમાં શોક વ્યાપેલો છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, યુવાનનું નામ શૌકત મામુજી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના વાલિયાના સિલુડી ગામનો યુવાન આફ્રિકાના મોઝામ્બિકમાં રોજગાર માટે ગયો હતો. તે પોતાના સ્ટોર પર કામ કરતો હતો ત્યારે હત્યારા તેના ત્યાં લૂંટ કરવા આવ્યા હતા, આ ગુજરાતી યુવકે તેનો વિરોધ કરતા લૂંટારાએ સૌ પ્રથમ લૂંટ ચલાવી હતી અને ત્યાર બાદ પ્રતિકાર કરનારા શૌકતને જીવતો જ સળગાવી દીધો હતો.

ગામના લોકો પરિવારજનોને આશ્વાસન આપવા તેમના ઘરે જમાવડો થયો હતો. આ સાથે જ સરકાર તરફથી આફ્રિકામાં ધંધાર્થે ગયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે સુરક્ષા વ્યવસ્થા કરવાની પણ માગણી ઉઠી છે. છેલ્લા કેટલાક સમયમાં ભરૂચના આ ત્રીજા યુવાનની આફ્રિકામાં હત્યા કરવામાં આવી છે.