today cm Rupani gandhinagar-cabinet-meeting
  • Home
  • Featured
  • આજે CMના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે મંથન

આજે CMના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર થશે મંથન

 | 9:51 am IST

આજે CMના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં રાજ્યમાં આગામી દિવસોમાં થનારા કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો આવનારા સમયમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ખાસ એક્શન પ્લાન ઘડવા ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમો અંગે કેબિનેટમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. સાથે રાજ્યમાં ચાલી રહેલા હાર્દિક પટેલના અનામત આંદોલન અને રાજકીય સ્થિતિને લઈ પણ સમીક્ષા કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે,દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો મુદ્દા પર પણ ભાર પૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.