Diyodara taluka panchayat vice president Alpesh Thakor case of explosive Statement
  • Home
  • Ahmedabad
  • “કોંગ્રેસને 4 લોકસભા સીટ પર હરાવવા BJPએ અલ્પેશ ઠાકોરને 90 કરોડ રૂપિયા આપ્યા”

“કોંગ્રેસને 4 લોકસભા સીટ પર હરાવવા BJPએ અલ્પેશ ઠાકોરને 90 કરોડ રૂપિયા આપ્યા”

 | 3:01 pm IST

હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બન્ને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હાલ ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઇને જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ત્યારે એકપછી એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.

હાલ દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભાજપ અને અલ્પેશ ઠાકોરને લઇને મોટો આરોપ લગાવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું નામ બળવંતજી ઠાકોર છે, અને તેમને જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી 90 કરોડ રૂપિયા લીધા છે. બીજી બાજુ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસની 4 લોકસભા સીટ હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરને આપ્યો છે. જેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે.

આજે લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઇને આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આજે લાખાણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે MLA શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ પ્રમુખને અલ્પેશનું રાજીનામુ મળ્યું છે. ત્યારે રાજીનામની ટેક્નિકલ બાબતોનો લીગલ ટીમ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે પક્ષમાં થતી સતત અવગણનાને કારણે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ચાર દિવસ પહેલાં રાજીનામુ આપી દીધું હતું.

જુઓ વીડિયો: કોંગ્રેસના ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન