today gujarat-assembly-session-liquor-health-permit
  • Home
  • Featured
  • રૂપાણી સરકારે દારૂની પરમીટને લઇને કરી જબરદસ્ત મોટી જાહેરાત

રૂપાણી સરકારે દારૂની પરમીટને લઇને કરી જબરદસ્ત મોટી જાહેરાત

 | 12:18 pm IST

ગાંધીનગર ખાતે આજે બુધવારે વિધાનસભાના ચોમાસા સત્રોનો બીજો દિવસ છે. વિધાનસભા ગૃહની કામગીરીના પ્રારંભ થતા જ શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા છે. ગૃહમંત્રીએ વિધાનસભામાં દારૂની પરમીટને લઈને ચર્ચા કરી હતી. હવેથી દારૂની પરમીટની કિંમતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યો માટે ‘અચ્છે દિન’, પગારમાં કરાયો ધરખમ વધારો

તમને જણાવી દઈએ કે, હાલ પરમીટના ફોર્મની ફી 50 રૂપિયા લેવામાં આવતા હતા, તેમજ આરોગ્ય તપાસ ફી તરીકે 500 રૂપિયા લેવામાં આવતા હતા. નવી જાહેરાતમાં પરમીટ ફોર્મ ફી રદ કરવામાં આવી છે, તેમજ પરમીટ પ્રોસેસ ફી પેટે રૂ. 2000 લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય તપાસ ફીને વધારીને 2000 રૂપિયા કરવામાં આવી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં કલમ 44 પ્રમાણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મુંબઈ વિદેશ દારૂ નિયમો, 1953ના નિયમ-65 પ્રમાણે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ 26 એરિયા મેડિકલ બોર્ડ કાર્યકરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ છ એરિયા બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  આક્રોશ રેલી બાદ સાયકલ રેલીનો ફિયાસ્કા, પેડલ સાયરલ સાથે વિધાનસભાનો ઘેરાવો

સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 19,06,58,484 રૂપિયાનો દેશી અને વિદેશ દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત 20,95, 482 રૂપિયાના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદ શહેર નશીલા પાદર્થનું હબ બની ગયો છે.