Today Gujarat In 258 more Corona Virus cases, not a single death, total discharge 2, 60, 745
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોના વાયરસ હવે ટૂંક સમયનો જ ‘મહેમાન’, જાણો આજના પોઝિટિવ કેસ, કુલ મોત અને વેક્સિન વિશે?

ગુજરાતમાં કોરોના વાયરસ હવે ટૂંક સમયનો જ ‘મહેમાન’, જાણો આજના પોઝિટિવ કેસ, કુલ મોત અને વેક્સિન વિશે?

 | 7:51 pm IST
  • Share

કોરોના વાયરસને લઈને ગુજરાતીઓ માટે આજે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસથી એક પણ મોત નોંધાયું નથી. રાજ્યમાં આજે કોવિડ-19ના 258 કેસ નોંધાયા છે તથા 270 દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,60,745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે..

રાજ્યમાં સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ, જામનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ 1672 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 1643 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી હોસ્પિટલમાંથી 260745 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 4404 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો અમદાવાદમાં 45, વડોદરામાં 49, સુરતમાં 51 કેસ, રાજકોટમાં 25, ખેડામાં 10, આણંદમાં 8 કેસ, ગાંધીનગરમાં 9, કચ્છ – સાબરકાંઠામાં 5 – 5 કેસ, જૂનાગઢમાં 7, ભાવનગરમાં 3, જામનગરમાં 3 કેસ, અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદમાં 3 – 3 કેસ, દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગરમાં 3 – 3 કેસ, મહેસાણા, મોરબી, નવસારી, પોરબંદરમાં 3 – 3 કેસ, નર્મદા – વલસાડમાં 2 – 2, બોટાદમાં એક કેસ નોંધાયા છે.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 8,12,333 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 51,236 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન