today hardik fast-enters-day-19-manoj-panara-press-conference
  • Home
  • Ahmedabad
  • આજે 3 વાગે હાર્દિક પટેલ નરેશ પટેલના હાથે કરશે પારણાં, ટ્વિટ કરી કબુલ્યું

આજે 3 વાગે હાર્દિક પટેલ નરેશ પટેલના હાથે કરશે પારણાં, ટ્વિટ કરી કબુલ્યું

 | 11:28 am IST

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે.  ત્યારે સમાજની બે ધાર્મિક સંસ્થાઓ અને અનેક દિગ્ગજ નેતાઓ હાર્દિક પારણાં કરે તેના માટે સમજાવાઇ રહ્યો છે.

હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ એક કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાસ કન્વીનર મનોજ પનારાએ આ અંગેની જાહેરાત કરી હતી કે ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. પાટીદાર સમાજને હાર્દિક પટેલની જરૂર છે. જેથી આજે 3 વાગ્યે હાર્દિક ગમે તે સંજોગોમાં પારણા કરશે. તેના માટે પાસના તમામ કન્વિનરોને બોલાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

મનોજ પનારાએ વધુમાં કહ્યું કે, હાર્દિક જીવતો અને તંદુરસ્ત રહેશે તો સરકાર સામે લડી શકશે. સરકાર અમારી માંગણીઓ સાંભળતી નથી. સરકાર એવું ઇચ્છી રહી છે કે હાર્દિક બિમાર થાય અને પહેલા જેવો લડવૈયો ન રહે. પરંતુ અમારે સિંહ જેવો હાર્દિક જોઇએ છે. આ સરકાર હિટલરશાહી અને તાનાશાહી સરકાર છે. ગાંધીજી, સરદાર પટેલે અનેકવાર આંદોલનો કર્યા એ ઉપવાસમાં ઘણીવાર સફળતા મળી. પરંતુ જે જનજાગૃતિ ઉભી થઇ છે જેનાથી ચાર કરોડ ખેડૂતો જાગૃત થયા છે એના કારણે આજે સરકારે માંગણી સ્વિકારી નથી.

આ પણ વાંચો : હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

મનોજ પનારાએ અલ્પેશ કથેરિયાને જેલમુક્ત માટે જણાવ્યું હતું કે, તો આગામી સમયમાં તેની જેલમૂક્તિ નહી થાય તો સુરતથી આવતીકાલે મોરબીથી ટંકારા સુધી યાત્રા કાઢવામાં આવશે. આ ઉપરાંત, પાલનપુર, ઉત્તર ગુજરાતથી યાત્રા કાઢવામાં આવશે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઇ ત્યારે તે દરેક કાર્યક્રમમાં હાજર રહેશે.

તમને જણાવી દઈએ કે, મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સ પહેલા હાર્દિક પટેલે બે ટ્વિટ કરી આજે પારણા કરશે તેવી માહિતી અાપી હતી. ત્યારબાદ મનોજ પનારાએ પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાઓના વડાઓની હાજરીમાં હાર્દિક પારણાં કરશે તેવી માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે, મંગળવારે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકને મળ્યા હતા. તેમણે હાર્દિક પટેલને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. સમાજના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને મળવા આવેલા વડીલોએ હાર્દિકને પારણાં કરી લેવા વિનંતી કરી હતી.

પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલને તેના ઉપવાસના સમર્થનમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને કથાકાર મોરારિ બાપૂ, રમેશ ઓઝા મળવા આવે તેવી શક્યતા છે.