today hardik patel fast to Nitin Patel statment
  • Home
  • Featured
  • નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

 | 1:41 pm IST

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે મનોજ પનારાએ જાહેરાત કરી હતી કે, આજે 3 વાગ્યે ખોડલધામ નરેશ પટેલના હાથે હાર્દિક પટેલ પારણા કરશે, ત્યારબાદ આંદોલન શાંત પડી જાય તેવું લાગી રહ્યું છે. હાલ અહેવાલોમાં એક પછી એક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે હાર્દિક પટેલના ઉપવાસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : આજે 3 વાગે હાર્દિક પટેલ નરેશ પટેલના હાથે કરશે પારણાં, ટ્વિટ કરી કબુલ્યું

હાર્દિકના પારણાં અંગે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગ્ણી દુભાવી છે. હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીને સમાજનું અપમાન પણ કર્યું છે. હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો, તેને આ નિર્ણય પહેલા કરવો જોઈતો હતો. મારે હાર્દિકનું પુછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું. હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે.

આ પણ વાંચો : હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

આ સાથે નીતિન પટેલે જણાવ્યું કે, અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.

તમને જણાવી દઈએ કે, મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સ બાદ પાટીદાર અગ્રણી સી.કે પટેલે હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.