today hardik-patel-wants-to-go-home-from-hospital
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલે વધુ એક ઇચ્છા વ્યક્ત કરી, મોડી સાંજ સુધીમાં સંતોષાય તેવી શક્યતા

હાર્દિક પટેલે વધુ એક ઇચ્છા વ્યક્ત કરી, મોડી સાંજ સુધીમાં સંતોષાય તેવી શક્યતા

 | 6:37 pm IST

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હવે હાર્દિક પટેલે ફરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાર્દિક આજે મોડી સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના નિવાસસ્થાને જવા માગે છે. જો કે, પાસના સભ્ય નિખિલ સાવાણીએ આવી કોઈ બાબત અંગે નિર્ણય ન લેવાયો હોવાનું જણાવ્યું છે. ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં રોકાઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે.

હાર્દિક પટેલને લઈને દિવસેને દિવસે રાજનીતિ ગરમાઇ રહી છે. હાર્દિકને પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. આવતી કાલે રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. સરકારે બનાવેલી કમિટી સાથે ચર્ચા કરવામાં આવશે.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 15મો દિવસ છે. બાદમાં રાત્રે તેને શહેરની SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે શનિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેડીયુના ભૂતપૂર્વ નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી. DMK નેતા એ રાજા હાર્દિક પટેલને મળ્યાં હતાં.