today heavy-rain-forecast-for-next-24-hours-in-gujarat
  • Home
  • Featured
  • આગામી 24 કલાકમાં મેઘો રાજ્યના આ વિસ્તારોને ઘમરોળશે, નવી વરસાદી સિસ્ટમ સક્રિય

આગામી 24 કલાકમાં મેઘો રાજ્યના આ વિસ્તારોને ઘમરોળશે, નવી વરસાદી સિસ્ટમ સક્રિય

 | 8:26 am IST

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મઘ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી અપાઈ છે.

હવામાન વિભાગની દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે NDRFની પાંચ ટીમ તૈનાત કરાઈ છે. આકસ્મિક આફતને પહોંચી વળવા માટે NDRFની વધુ બે ટીમો અજમેર ખાતેથી મંગાવાઈ છે. જેમાં એક ટીમ પાલનપુર રહેશે જ્યારે એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રખાશે.

ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, આણંદ, તાપી, મહેસાણા, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત રાજ્યના 223 તાલુકામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. મોસમનો સરેરાશ વરસાદ 57.81 ટકા થયો છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. હાલ મોસમનો સરેરાશ વરસાદ 18.91 ઈંચ છે.