Today Hindi divas Know history after independence Hindi became
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે હિંદી દિવસ, જાણો આઝાદી પછી કેવી રીતે બની રાજભાષા, જાણીલો સમગ્ર ઇતિહાસ

આજે હિંદી દિવસ, જાણો આઝાદી પછી કેવી રીતે બની રાજભાષા, જાણીલો સમગ્ર ઇતિહાસ

 | 12:06 pm IST
  • Share

ભાષા જેનાથી આપણે સરળતાથી એકબીજા સાથે આપણી વિચારોનું આદાન-પ્રદાન કરી શકીએ. આપણે ત્યાં કહેવત છે કે બાર ગાંવે બોલી બદલાઇ. મતલબ કે દરેક પ્રાંતની પોતાની અલગ ભાષા લહેકો, લઢણ હોય છે. આપણે ત્યાં રાષ્ટ્રભાષા તરીકે હિંદી ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યુ છે. હિંદીને રાજભાષાનો દરજ્જો 14 સપ્ટેમ્બર, 1949ના દિવસે મળ્યો હતો. ત્યારથી લઇને આજ સુધી હિંદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શું તમે જાણો છો કે અંગ્રેજી, સ્પેનિશ અને મંદારિન પછી હિંદી દુનિયાની ચોથી સૌથી અધિક બોલાનારી અને લોકપ્રિય ભાષા છે. હિંદી દિવસ પર દરેક વર્ષે ભારતના રાષ્ટ્રપતિ ભાષામાં આપેલા યોગદાન બદલ જે તે લોકોને રાજભાષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

ભારતમાં હિંદી ભાષાનો ઈતિહાસ ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ઈન્ડો-આર્યન શાખાનો છે. જે દેવનાગરી લિપિમાં ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક છે આપણો દેશ જ્યારે આઝાદ થયો, ત્યાર બાદ સૌથી મોટો પ્રશ્ન ભાષા વિશે જ હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે. આવી સ્થિતિમાં, ભારતની સત્તાવાર ભાષા તરીકે એક ભાષા પસંદ કરવી એ આપણા બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પડકાર હતો.

પહેલા હિંદી પછી અંગ્રેજી પસંદ કરવામાં આવી
6 ડિસેમ્બર 1946માં આઝાદ ભારતનું સંવિધાન તૈયાર કરવા માટે સંવિધાન સભાનું ગઠન થયુ હતુ, 26 નવેમ્બર 1949ને સંવિધાનના અંતિમ પ્રારૂપને સંવિધાન સભાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર પછી 26 જાન્યુઆરી 1950થી આખા દેશમાં સ્વતંત્ર ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું, પરંતુ તે સમયે પણ તે એક મોટો પ્રશ્ન એ હતો કે કઈ ભાષાને સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવી જોઈએ.

ખુબ વિચાર કર્યા પછી મનોમંથન કર્યા પછી ત્યારબાદ હિન્દી અને અંગ્રેજીને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરવામાં આવ્યા. બંધારણ સભાએ હિન્દી દેવનાગરી લિપિમાં લખેલી ભાષાને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી પરંતુ પછી 14 સપ્ટેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે હિન્દી ભારતની સત્તાવાર ભાષા હશે. ભારતીય બંધારણના અધ્યાય 17 ની કલમ 343 (1) જણાવે છે કે “સંઘની સત્તાવાર ભાષા હિન્દી અને લિપિ છે તે દેવનાગરી હશે.

શું હિંદી ભાષા લુપ્ત થઈ જશે?

તે સાચું છે કે આજે અંગ્રેજી ભાષાનું મહત્વ વધી રહ્યુ છે. આજે પણ દેશના લોકોને લાગે છે કે જે વધુ અંગ્રેજી જાણે છે તે જાણકાર છે. લોકો તેમને હાઇ પ્રોફાઇલ સમજે છે અંગ્રેજીનું જ્ઞાન અત્યારે જરૂરી છે, નોકરી દરમિયાન પણ, વ્યક્તિના અનુભવ કરતાં વધુ, ઘણી કંપનીઓ જુએ છે કે ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષા કેટલી છે. જો આવુ જ રહ્યુ તો હિંદી ભાષા લુપ્ત થઈ જશે અને અંગ્રેજી ભાષાનો વ્યાપ વધતો રહેશે.

જો આજે પણ આપણે ભાષાનું ધ્યાન નહીં રાખીએ તો તે દિવસ દૂર નથી જ્યારે હિંદી ભાષા આપણી વચ્ચેથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. જો આપણે હિંદી ભાષા નું મહત્વ જીવંત રાખવું હોય તો તેની પ્રસિદ્ધિ વધારવી પડશે. તેમજ સરકારી અને ખાનગી કચેરીઓના કામમાં હિન્દીને પ્રાધાન્ય આપવું પડશે. આ સાથે, કોઈપણ વ્યક્તિની ક્ષમતા માત્ર અંગ્રેજી ભાષાના આધારે જ ન આંકવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન