today-in-delhi Petrol-and-diesel-prices
  • Home
  • Business
  • તહેવારો ટાણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજના ભાવ

તહેવારો ટાણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો આજના ભાવ

 | 8:13 am IST

દિલ્હીમાં શુક્રવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને રાહત મળી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 78.06 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 72.74 રૂપિયા પ્રતિ લીટર થયું છે.

મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે, ત્યાં પણ પેટ્રોલનો ભાવ 15 પૈસા અને ડીઝલનો ભાવ 16 પૈસા પ્રતિ લીટર ઘટ્યો છે. પેટ્રોલનો ભાવ 83.57 રૂપિયા અને ડીઝલનો ભાવ 76.22 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન