today-in petrol-diesel-price-delhi-mumbai-and-gujarat-3
  • Home
  • Business
  • બે દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વઘારો, જાણો આજના મુખ્ય શહેરોના ભાવ

બે દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વઘારો, જાણો આજના મુખ્ય શહેરોના ભાવ

 | 11:21 am IST

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા તો ડીઝલમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કાચા ઇંધણની કિંમતો વધતા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણકારો અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70 રૂપિયે પાર થઈ શકે છે.

કાચા ઇંધણની કિંમતોમાં વધારો થતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તેજી થઈ શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 61 ડૉલર પ્રતિ બેરલે પહોંચ્યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ બજારમાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 મહીનાના ન્યુનતમ સ્કોર પર પહોંચી ગયો હતો. ક્રૂડ ઓયલ મોંઘુ થતા તેલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનુ સતત દબાણ વધી રહ્યુ છે.

ચાર મહાનગરોની કિંમત

શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા તો ડીઝલમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 69.07 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 62.81 રૂપિયા છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 74.72 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.73 રૂપિયા છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમત 71.47 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.70 રૂપિયા છે. કોલકત્તામાં આજે પેટ્રોલની કિંમત 71.20 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 64.58 રૂપિયા છે.

ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 66.52 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.50 રૂપિયા છે. અમરેલીમાં આજે પેટ્રોલની કિંમત 67.30 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.05 રૂપિયા છે. આણંદમાં આજે પેટ્રોલની કિંમત 66.73 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.89 રૂપિયા છે. અરવલ્લીમાં આજે પેટ્રોલની કિંમત 67.24 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 66.21 રૂપિયા છે. ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 66.88 રૂપિયા પ્રતીલીટર તો ડીઝલની કિંમત 65.80 રૂપિયા છે.

આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધે તેવી આશંકા છે. કાચા ઈંધણની કિંમત વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમત 60 ડૉલરને પાર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં આ કિંમત 50 ડૉલર પ્રતિ લીટરે પોહંચી હતી. ત્યારબાદ ઈંધણની કંપનીઓએ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ કાપ બાદ પેટ્રોલ એક વર્ષ અને ડીઝલ 9 મહીનામાં ન્યૂનતમ સ્તર પર પહોંચ્યો છે. ક્રૂડ ઓયલ મોંઘુ થતા તેલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોનું દબાણ વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન