today indian-army-get-fresh-artillery-guns
  • Home
  • Featured
  • સેનામાં સામેલ થઇ 3 એમ-777 હોવિત્જર અને 10 K.9 વ્રજ તોપ, જાણો તેના ખાસિયતો

સેનામાં સામેલ થઇ 3 એમ-777 હોવિત્જર અને 10 K.9 વ્રજ તોપ, જાણો તેના ખાસિયતો

 | 9:20 am IST

સરહદ પર વધતા તણાવની વચ્ચે સતત ભારતીય સેના પોતાના ભાથામાં મોટા શસ્ત્રો ભેગા કરી રહ્યું છે. ત્યારે શુક્રવારે સેનાને કંઇક એવું જ હથિયાર મળવા જઇ રહ્યું છે, જેનાથી દુશ્મન દેશો ધ્રુજી જશે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે. શુક્રવારે સેનામાં કે. 9 વ્રજ (કોરિયન) અને એમ 777 હોવિત્ઝર (અમેરિકન) તોપ સામેલ કરવામાં આવી છે. આ તોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી જશે.

આ શસ્ત્રોને સામેલ કરાવવા માટે નાસિકના દેવલાલી તોપખાના કેન્દ્રમાં શુક્રવારે એક સમારોહ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી ચીફ જનરલ બીપીન રાવત પણ સામેલ થયા હતા.

સંરક્ષણ મંત્રાલય પ્રમાણે, કે.9 વ્રજને 4,366 કરોડ રૂપિયાના ખર્ચે સેનામાં સામેલ કરવામાં આવી છે. આ કાર્ય નવેમ્બર 2020 સુધી પુરું થશે. કુલ 100 તોપોમાં 10 તોપો પ્રથમ એસ્ટુલમેન્ટમાં આ મહીને લાવવામાં આવશે, બીજી 40 તોપો નવેમ્બર 2019માં અને ત્યારબાદ 50 તોપો નવેમ્બર 2020 સુધીમાં લાવવામાં આવશે. 9 વ્રજની પ્રથમ રેજીમેન્ટ જુલાઇ 2019 સુધી પુરી થવાની આશા છે.

આ એવી પહેલી તોપ છે, જેણે ભારતીય ખાનગી વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ તોપની સૌથી વધુ રેન્જ 28-38 કિમીની છે. તે 30 સેકેન્ડમાં ત્રણ ગોળા ફેંકવામાં સક્ષમ છે અને ત્રણ મિનિટમાં 15 ગોળા ફેંકી શકે છે. ભૂ-સેના 145 એમ 777 હોવિત્જરની સાત રેજીમેન્ટ પણ બનાવવા જઇ રહી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સેનાને આ તોપો ઓગસ્ટ 2019માં સોંપી દેવામાં આવશે અને આ આખી પ્રક્રિયા 24 મહિનામાં પુરી કરવામાં આવશે. પ્રથમ રેજીમેન્ટ આગામી વર્ષ ઓક્ટોબર સુધી પુરું કરવામાં આવશે. આ તોપની રેન્જ 30 કિમી સુધીની છે.તેને હોલીકોપ્ટર અથવા તો વિમાન મારફતે તેના નિયત સ્થાને લાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, 3 દશક પહેલા ભારતીય સેનાને બોફોર્સ જેવી તોપ મળી છે, જેનાથી સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. જો કે, બોફોર્સનું નામ હંમેશાં રાજકારણમાં ગૂંજતું રહ્યું છે.

કે9 વ્રજ સિવાય એમ 777 અલ્ટ્રાલાઇટ હોવિત્જર તોપ પણ સેનાના બેડામાં સામેલ થવા જઇ રહી છે. આ પ્રોજેક્ટ 5000 કરોડ રૂપિયાનો છે. ભારતીય સેનાની આર્ટીલરી રેજીમેન્ટમાં વર્ષ 2021 સુધી કુલ 145 એમ-777 અલ્ટ્રાલાઇટ હોવિત્જર સામેલ કરવામાં આવશે. તેનું વજન માત્ર 4.2 ટન છે.