આજે ઇરાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી, કોને ફળશે? - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • આજે ઇરાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી, કોને ફળશે?

આજે ઇરાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી, કોને ફળશે?

 | 2:48 am IST

કરન્ટ ટોપિક : – જિજ્ઞાાસા પટેલ

૧૯૮૧ પછી દરેક ઇરાની રાષ્ટ્રપતિ ફરી ચૂંટાઇ આવ્યા છે, એ જોતાં રૌહાની ચૂંટાઇ આવે તો નવાઇ પામવા જેવી નથી. પરંતુ મતદાતાઓમાં ઉદાસીનતા જોતાં અપસેટ રચાય એવું જોખમ પણ સાવ ઓછું નથી.

ઇરાન અને અમેરિકા વચ્ચેના સબંધ સાવ તણાવપૂર્ણ રહ્યા છે. પરંતુ રૌહાની એ તણાવમાંથી માર્ગ કાઢવામાં સફળ થયા છે. અમેરિકાએ ઇરાન સાથે ગયા વર્ષે અણુ કરાર કરીને એક નવી દિશા આપી હતી. ભારતમાં મનમોહન સિંહ સરકાર પણ અમેરિકા સાથેના અણુ કરારને આગળ ધરીને જ બીજી ટર્મ જીતવામાં સફળ રહી હતી. અત્યારે રૌહાનીપાસે પણ એ કરાર જ એક મોટું જમા પાસું છે. તેમના કાર્યકાળમાં થયેલો આર્િથક વિકાસ પણ નકારી શકાય એમ નથી. તહેરાન કબ્જે કરવાનો જંગ પણ મવાળ અને રુઢીવાદી , એમ સામસામી વિચારધારા ધરાવતા બે ઉમેદવાર વચ્ચે જ જામ્યો છે. વર્તમાન રાષ્ટ્રપતિ હસન રૌહાની મવાળવાદી ગણાય છે. ભૂતકાળમાં ઇરાન અમેરિકાનું કટ્ટર વિરોધી રહ્યું છે. આયોતોલ્લાહ ખૌમેનીના સમયમાં તો અમેરિકા અને ઇરાન વચ્ચે બાપે માર્યા વેર હતા. એ વખતે વિવિધ પ્રતિબંધ હેઠળ ઇરાનને ગુંગળાવવાનો પ્રયાસ સતત અમેરિકા કરતું રહ્યું હતું. જો કે મધ્યમમાર્ગી એવા રૌહાનીએ અમેરિકા સાથે શીંગડાં ભરાવવાને બદલે વચલો માર્ગ કાઢયો હતો. મધ્મમાર્ગી રૌહાનીની સામે રુઢીવાદી ઉમેદવાર ઇબ્રાહિમ રૈસી છે. તેઓ હાર્ડ લાઇનર ગણાય છે. ૧૯૮૮માં હજારો કેદીઓને સામુહિક ફાંસી આપવાના કેસમાં તેઓ સામેલ હોવાનું કહેવાતું રહ્યું છે. તેઓ ઇરાનના સુપ્રિમ લીડર આયોતોલ્લાહ અલિ ખામેનીના ખાસ ગણાય છે. જો કે ઇરાન હવે ઉદારમતવાદી ભણી ઢળી રહ્યું છે, લોકોને રોજગાર અને વિકાસ ગમે છે. લોકતંત્રની જેમ મુક્ત સમાજ ગમે છે, ત્યારે આયોતોલ્લાહ અલિ ખામેનીની વગ કેટલીક છે, એ પણ આ ચૂંટણી નક્કી કરી દેખાડશે. હાલમાં જ એક સભા રૈસીના વતનમાં યોજાઇ હતી, તેમાં ખામેનીએ ઇરાનના અર્થતંત્રને અંગે ઘણા જ પ્રહાર કર્યા હતા. તેમને બે સંપ્રદાયનો પણ ટેકો છે, ત્યારે રૌહાની અને રૈસી વચ્ચેનો જંગ કોણ જીતશે એ કહેવું થોડું મુશ્કેલ તો છે જ.

રૌહાનીના શાસનમાં ઇરાનમાં કેટલાક ફેરફારો તો આવ્યા જ છે. ખાસ કરીને અમેરિકા સાથેના તેના સબંધમાં અણધાર્યો વળાંક આવ્યો છે. એક સમયે કટ્ટર દુશ્મન ગણાતા ઇરાન અને અમેરિકા વચ્ચેના સબંધ બદલાયા છે. ગયા વર્ષે જ એક તરફ ઇરાને આણ્વિક બોમ્બ બનાવવા માટે જરુરી સમૃધ્ધ યુરેનિયમ બનાવવા માટે કામગીરી હાથ ધરી હતી, પરંતુ એ આખી કામગીરી અમેરિકાએ ઠપ્પ કરી દીધી હતી. એ પછી બંને દેશો વચ્ચેના સબંધમાં વધારે તણાવ પેદા થાય એમ લાગતું હતું. પરંતુ ઓબામાએ આ તણાવને બદલવાનું રુખ અપનાવ્યું અને તેને પગલે અણુ કરાર થઇ શક્યા હતા. અણુ કરારને પગલે અમેરિકાએ આર્િથક પ્રતિબંધો પણ હળવા કરવા માંડયા હતા. આ તમામ પગલાં દરમ્યાન રૌહાની ફૂગાવાનો દર ૬.૫ ટકા સુધી લાવવામાં સફળ રહ્યા હતા.૨૦૧૩ના વર્ષમાં ફૂગાવો ૪૦ ટકા સુધી પહોંચી ગયો હતો. સ્વાભાવિક છે કે ફૂગાવો એક આંકડામાં લાવવા માટે કેટલાય કડક પગલાં ભરવા પડે છે, જે ઘણી વખત નારાજગી પેદા કરતા હોય છે.ફૂગાવો ઘટતાં ઇરાનનું અર્થતંત્ર થોડું મજબૂત જરુર બન્યું છે. વળી તેમના શાસનકાળમાં વિકાસ પણ ૧૨.૫ ટકા સુધી પહોંચ્યો હતો. જો કે બેરોજગારી દૂર કરવામાં ખાસ સફળ રહ્યા નથી, એમ કહી શકાય. યુવાનોમાં બેરોજગારીનો દર ૩૦ ટકા જેટલો ઊંચો છે. જો કે વર્ષો સુધી પ્રતિબંધને કારણે ઇરાનનું અર્થતંત્ર ખાડે જઇ રહ્યું હતું, ત્યારે રોજગારી વધવાની તકો પણ ઓછી જ હોય એ સમજી શકાય એમ છે. અણુ કરાર થયા છે, પણ હવે અમેરિકામાં શઆસન બદલાયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અણુ કરારને કચરાટોપલીમાં પઘરાવીને પ્રતિબંધ લાદી દેશે એવું નિવેદન કરી ચૂક્યા છે. આ સંજોગોમાં રૈસી સત્તામાં આવે તો આ કરારનું ભાવિ અને પિૃમ એશિયામાં શાંતિ દાંવ પર લાગી જશે !

આ તમામ પરિબળો ધ્યાનમાં લઇએ તો રૌહાનીની તરફેણ કરનારા અવશ્ય લાગે. તો બીજી બાજુ રૈની પણ કાંઇ ગાંજ્યા જાય એમ નથી. તેમણે ગરીબોને દર મહિને ૬૫ ડોલર આપવાનું વચન આપ્યું છે. જો કે રૌહાનીની વિરુધ્ધ જાય એવું પરિબળ એ છે કે મોટા ભાગના મતદાતાઓ ઉદાસીન છે. ૬૦૦૦ મતદાતાઓમાં કરાયેલા એક સર્વેમાંથી એક તૃતીયાંશ મતદાતા મત આપવાના નથી ! ઉપરાંત મતદાઓમાંથી ત્રીજા ભાગના મતદાતાઓ મોટા શહેરોમાં છે, જ્યાં રૌહાની લોકપ્રિય છે. જો કે આ વિસ્તારોમાં મતદાન સરેરાશ ૪૦ ટકા થાય છે, જ્યારે ત્રીજા ભાગના મતદાઓ નાના શહેરોમાં રહે છે, જો કે જ્યાં ઇરાનના હાર્ડ લાઇન રીવોલ્યુશનરી ગાર્ડનુંપ્રભુત્વ છે, એવા ગ્રામીણ વિસ્તારમાં ૯૦ ટકા જેટલું મતદાન થાય છે. મતલબ કે આ મતદાન વધુ થયું તો રૌહાનીને પરાજય ખમવો પણ પડે. રૈસી કટ્ટરતાવાદીઓની પડખે છે, તેથી અમેરિકા સાથેના સબંધમાં ફરી ખટાશ આવી શકે એમ છે. તો ફરીથી ઇરાન અને અમેરિકા વચ્ચેનું કોલ્ડ વોર શરુ થઇ જાય એમ છે. આ સંજોગોમાં ભારતને કેટલો ફાયદો થાય એ પણ એક પ્રશ્ન છે. ઇરાનના પડોશી તરીકે પાકિસ્તાન છે. પાકિસ્તાન સુન્નીબહુલ છે, જ્યારે ઇરાન શિયાબહુલ છે, એ જોતાં બંને વચ્ચે ઝાઝો મેળ પડતો નથી. ભૂતકાળમાં પણ ઇરાન સાથે ભારતના સબંધ સારા રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઇરાક અને ઇરાન ભારતની પડખે રહેતા હતા. ઉપરાંત ખનિજ તેલ ઇરાન ભારતને ઓછા દરે આપતું હતું.

;