Health tips Hyper Tension Day, why is this Disease caused?
  • Home
  • Featured
  • આજે છે હાઇપર ટેન્શન ડે, જાણો શા કારણે થાય છે આ વ્યાધિ?

આજે છે હાઇપર ટેન્શન ડે, જાણો શા કારણે થાય છે આ વ્યાધિ?

 | 11:53 am IST

આજે સમગ્ર વિશ્વમાં હાઇપર ટેન્શન ડે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જાણીશું કે હાઇપર ટેન્શન એટલે શું? ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આના કારણે લોકોનું જીવન બેઠાડુ થઇ ગયું છે તેથી હાઇપર ટેન્શન જેવી વ્યાધિઓ સતાવવા લાગી છે. એના પ્રત્યે જો બેદરકારી સેવવામાં આવે તો દર્દીએ જીવ ગુમાવવો પડે છે.

વિશ્વમાં 100 કરોડથી વધુ અને ભારતમાં 15 કરોડથી વધુ હાઇપર ટેન્શન ધરાવે છે. જેમાં ભારતમાં 85 ટકા લોકો સારવાર લેતા નથી. 25 વર્ષથી વધુ ઉંમરના 23 ટકા પુરુષો અને 22 ટકા સ્ત્રીઓમાં હાઇ બ્લડપ્રેશર છે.

હાઇ બ્લડપ્રેશરની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે શરીરમાં લોહીનો સંચાર ઘટી જાય છે. લોહીનો સંચાર ઘટી જાય ત્યારે બીપી ઘટી જાય છે. તંદુરસ્ત વ્યક્તિનું બ્લડપ્રેશર સામાન્ય રીતે 120/80 એટલે કે 120 ઉપરનું અને 80 નીચેનું હોવું જોઇએ. ડોક્ટરો મુજબ હાલમાં 140/90 સુધીના બ્લડપ્રેશરને સામાન્ય માનવામાં આવે છે. પણ જ્યારે 140/90 કરતાં વધી જાય ત્યારે હાઇબ્લડ પ્રેશર વધી જાય છે. વધી ગયેલા હાઇબ્લડપ્રેશરને હાઇપર ટેન્શન કહેવામાં આવે છે.

‘હાઇપર ટેન્શન’ એક ગ્રીક શબ્દ છે. ‘હાઇપર’ એટલે ઊંચું. પ્રેશરનું ઉપર તરફ ખેંચાવું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેથી આજે અમે તમને હાઈપર ટેન્શન કોને થઈ શકે, તેના કારણો, લક્ષણો, ઈલાજ વગેરે માહિતી આપીશું.

હાઇપર ટેન્શન થવાનાં કારણો

હાઇપર ટેન્શન વારસાગત હોઈ શકે છે. સ્થૂળતાના કારણે થઈ શકે છે. દારૂનું સેવન કરવાથી થાય છે. બેઠાડુ જીવન જીવવાથી. વધુ પડતી દવાનું સેવન કરવાથી થાય છે. જંકફૂડ ખાવાથી થાય છે. આહારમાં મીઠાનું વધારે પ્રમાણ હોય, માનસિક તાણ કે ધૂમ્રપાનના કારણે થાય છે. ડાયાબિટીસ તમાકુનું સેવન કરવાથી થાય છે.

હાઇપર ટેન્શનનાં લક્ષણો

બેચેનીનો અનુભવ થવો, ચક્કર આવવાં, માથું ભારે લાગવું, ધબકારામાં વધઘટ થવી, છાતીમાં ભાર લાગવો, કાનમાં તમરાં બોલવાં, પગમાં સોજા ચડી જવા.

હાઇપર ટેન્શનને કાબૂમાં રાખવા શું કરશો?

સમયસર દવા લેવી જોઇએ, કસરત કરવી જોઇએ, ભોજનમાં મીઠું ઓછું લેવું જોઇએ, નિયમિત પ્રેશર ચેક કરાવવું, ધૂમ્રપાન ન કરવું જોઇએ, આહારની ટેવોમાં પરિવર્તન લાવવું, તેલ, ઘી, ચીઝ, બટર જેવા પદાર્થો ઓછા લેવા, પ્રાણાયામ કરવા, વજન કન્ટ્રોલમાં રાખવો. પૂરતી ઊંઘ લેવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન